ભારતીય કંપનીની કફ સિરપથી 65 મોત પર ખુલાસો, જરૂરી ટેસ્ટથી બચવા આટલી લાંચ આપેલી

PC: pragativadi.com

ઉજ્બેકિસ્તાનમાં કથિત રીતે જે ભારતીય કફ સિરપના કારણે 65 બાળકોના મોત થયા હતા, તેને લઈને મોતો ખુલાસો થયો છે. ઉજ્બેકિસ્તાનના સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો કે, ભારતીય કફ સિરપના વિતરકોએ અનિવાર્ય પરીક્ષણથી બચવા માટે સ્થાનિક અધિકારીઓને 33,000 ડૉલર (લગભગ 28 લાખ રૂપિયા)ની લાંચ આપી હતી. મધ્ય એશિયન દેશે ગયા અઠવાડિયે થયેલા મોતોના કેસમાં 21 લોકો પર કેસ ચલાવ્યો, જેમાંથી 20 ઉજ્બેકિસ્તાનના નાગરિક અને એક ભારતીય નાગરિક છે.

પ્રતિવાદીઓમાંથી ત્રણ (એક ભારતીય અને બે ઉજબેકિસ્તાની) નાગરિક કુરામેક્સ મેડિકલના અધિકારી છે. આ એ કંપની છે જે ઉજ્બેકિસ્તાનમાં ભારતના મેરિયન બાયોટેક્ની દવાઓ વેચે છે. રાજ્યના વકીલ સૈદકરીમ અકિલોવ મુજબ, કુરામેક્સના CEO સિંહ રાઘવેન્દ્ર પ્રતારે કથિત રીતે સરકારના અધિકારીઓને 33,000 અમેરિકન ડૉલરની ચૂકવણી કરી જેથી તેઓ તેના ઉત્પાદનોના અનિવાર્ય નિરીક્ષણ ન કરે. જો કે, વકીલના નિવેદનથી એ સ્પષ્ટ નહોતું કે કફ સિરપનું ઉજ્બેકિસ્તાનમાં પરીક્ષણ થયું કે નહીં કે પછી નિર્માતાથી ભારતમાં પરીક્ષણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

પ્રતાર જેમણે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે આરોપોનું ખંડન કર્યું, પરંતુ એ વાતનો સ્વીકાર કર્યો કે, એક વચેટિયાના માધ્યમથી અધિકારીઓને સહયોગ રાશિ પહોંચાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તેમને ખબર નહોતી કે પછી એ પૈસાઓનો ઉપયોગ કેવી રીતે અને કોણે કર્યો. 21 પ્રતિવાદીઓમાંથી 7 કોઈક ને કોઈક કેસમાં દોષી ઠેરવવામાં આવી ચૂક્યા છે, જેમાં કર ચોરી, ખરાબ કે નકલી દવાઓના વેચાણ, કાર્યાલયનો દુરુપયોગ, બેદરકારી, છેતરપિંડી, લાંચખોરી વગેરે સામેલ છે.

અધિકારીઓએ એ ન જણાવ્યું કે, ગયા વર્ષે 45 મોતો કેમ અને કેવી રીતે થઈ હતી. રાજ્યના વકીલોએ બુધવારે કહ્યું કે, કુરામેક્સે સિંગાપુર સ્થિત 2 મધ્યસ્થ કંપનીઓના માધ્યમથી વધેલી કિંમત પર મેરિયન બાયોટેક દવાઓનું આયાત કરવામાં આવ્યું હતું, જેનાથી કર ચોરીના આરોપ લાગ્યા હતા.

ગયા વર્ષે ઉજ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં બનેલી કફ સિરપ (DOK-1 MAX) આપવાના કારણે તેમના દેશમાં 18 બાળકોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ આ બાબતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તપાસમાં સહયોગ કરવાની વાત કહી. તો ભારત સરકારે ઉજ્બેક સરકારના આરોપોની તપાસ કરાવવાનો નિર્ણય લીધો. ઉજ્બેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, નોઇડાના મેરિયન બાયોટેકમાં બનેલી કફ સિરપ DOK-1 MAX પીવાથી અહી બાળકોના મોત થઈ ગયા. ઉજ્બેકિસ્તાની અધિકારીઓનું કહેવું હતું કે DOK-1 MAXમાં એથિલીન ગ્લાઈકોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp