લોકોને વીગન ફૂડ ખાવાની સલાહ આપનારી ઈન્ફ્લૂએન્સરનું કુપોષણને કારણે મોત

PC: metro.co.uk

થાઈલેન્ડની વીગન ફૂડ ઈન્ફ્લૂએન્સર ઝન્ના સેમસોનોવાનું મોત થયું છે. તેની નજીકના લોકોનું કહેવું છે કે, ઝન્નાની મોત તેના ડાઇટને લીધે થઇ છે. હજુ સુધી તેની મોતનું ખરુ કારણ સામે આવ્યું નથી. પરિવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે. ઝન્ના જાણીતી વીગન ફૂડ ઈન્ફ્લૂએન્સર હતી. તે ઘણાં વર્ષોથી વીગન ડાઇટ પર હતી. વીગનનો અર્થ છે કે માત્ર પ્લાન્ટ બેઝ્ડ ફૂડ જ ગ્રહણ કરવું. તે લોકોને આ ડાઇટના ફાયદા ગણાવતી હતી.

ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ અનુસાર, 21 જુલાઈના રોજ ઝન્નાનું નિધન થયું. તે 39 વર્ષની હતી. તેણે જણાવેલું કે, તે માત્ર ફળ, સૂરજમુખીના બીજ, ફળોની સ્મૂધી અને જ્યૂસ જ ખાતી-પીતી હતી. તો તેના મિત્રનો દાવો છે કે, તે પાછલા 7 વર્ષથી ડ્યૂરિન ખાઇ રહી હતી. ડ્યૂરિન મતલબ ચાંપા ખાઈ રહી હતી. આ ફળની દુર્ગંધ પણ હોય છે.

ન્યૂયોર્ક પોસ્ટને ઝન્નાના મિત્રએ જણાવ્યું કે તે થોડા મહિના પહેલા ઝન્નાને મળ્યો હતો. તે સમયે તેની તબિયત સારી નહોતી. તે થાકેલી લાગી રહી હતી. તેના પગમાં સોજા પણ હતા. માટે તેણે ઝન્નાને સારવાર માટે પાછી મોકલી દીધી હતી. પણ તે ત્યાથી ભાગી ગઇ. ત્યાર પછી તે ઝન્નાને પુકેટમાં મળ્યો હતો.

તેના મિત્રએ કહ્યું, ત્યાં ઝન્નાને જોઇ હું ડરી ગયો હતો. હું તેની બિલ્ડિંગના ઉપરના માળે રહેતો હતો. રોજ મને એ ડર લાગતો હતો કે તેને કશુ થઇ ન જાય. મેં તેને સારવાર લેવા પણ કહ્યું પણ તે માની નહીં.

ઝન્નાના એક મિત્રએ જણાવ્યું કે, તે પોતાના વીગન ડાઇટ વિશે બધાને જણાવતી હતી. તે કહેતી, હું રોજ મારા શરીર અને દિમાગને બદલાતા જોઉ છું. હું મારા આ નવા રૂપને પ્રેમ કરું છું. એ આદતોને ફરી ન આવવા દઉ જે પહેલા હતી.

રિપોર્ટ અનુસાર, ઝન્નાએ વીગન ડાઇટને ફોલો કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે તેણે જોયું કે તેના ઘણાં મિત્રો પોતાની ઉંમર કરતા મોટા દેખાવા લાગ્યા. માટે તેણે જંક ફૂડ પણ બંધ કરી દીધું.

તેના મિત્રોનું માનવું છે કે, તેની મોતનું કારણ માત્ર વીગન ડાઇટ પર રહેવાનું છે. પણ તેના ફોલોઅર્સનું માનવું છે કે, તેનું મોત ફળોમાં કેમિકલને કારણે થયું છે. તો ઝન્નાની માતાનું કહેવું છે કે તેની દીકરીનું મોત કોલેરા જેવા ઈન્ફેક્શનને લીધે થઇ છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર, સાઉથ ઈસ્ટ એશિયાની મુલાકાત દરમિયાન ઝન્નાએ કથિત પણે મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હતી. ત્યાર પછી 21 જુલાઇના રોજ તેની મોત થઇ.

ઝન્નાનો પરિવાર મેડિકલ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટની રાહ જોઇ રહ્યા છે. જેથી તેની મોતનું ખરું કારણ સામે આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp