જાણીતા બાસ્કેટ બોલ ખેલાડીના બોડીગાર્ડે બ્રિટની સ્પીયર્સને તમાચા ઠોકી દીધા
અમેરિકામાં ‘પ્રિન્સેસ ઓફ પોપ’ તરીકે જાણીતી સિંગર બ્રિટની સ્પીયર્સસને જાણીતા બાસ્કેટ બોલ પ્લેયરના સિક્યોરીટી સ્ટાફે તમાચા ઠોકી દેવાની ઘટનાને કારણે આ સિંગર અત્યારે ચર્ચામાં છે. બ્રિટનીએ પોલીસમાં ફરિયાદ કરી છે અને બાસ્કેટ ખેલાડીને માફી માંગવા માટે કહ્યું છે.
પોપ આઇકોન બ્રિટની સ્પીયર્સ પોતાની સાથે થયેલા દુર્વ્યવહારને કારણે ચર્ચાં છે. જાણીતા બાસ્કેટ બોલ પ્લેયર વિકટર વેમ્બન્યામાંના સિક્યોરીટીના એક સ્ટાફે બ્રિટની પર હુમલો કરીને તેણીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનામાં બ્રિટનીએ હવે પગલાં લીધા છે. બ્રિટનીએ લાસ વેગાસ, નેવાડામાં થપ્પડ મારનાર વ્યકિત સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
બ્રિટનીએ પોતાના સત્તાવાર ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે વિક્ટરના બોડીગાર્ડે મને થપ્પડ મારી હતી. જ્યારે વિક્ટર લોસ એંજેલસની એક હોટલમાં હતો ત્યારે મેં તેને મળવાનો પ્રયાસ કર્યો હતો, એ સમયે મારી સાથે અભદ્ર્ વ્યવહાર કરવામાં આવ્યો હતો. 6 પાનાના રિપોર્ટમાં બ્રિટનીએ આ વાત કહી છે.
બ્રિટનીએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે મેં જ્યારે વિકટરને હોટલની લોબીમાં જોયો ત્યારે તેની સફળતા માટે શુભેચ્છા આપવાનું મેં નક્કી કર્યું અને મેં પાછળથી વિક્ટરના ખભા પર હળવેથી હાથ મુક્યો હતો. એ સમયે ભારે ભીડની સામે વિક્ટરના બોડીગાર્ડે મને હડસેલી દીધી હતી અને મને થપ્પડ મારી દીધી હતી,મારા ચશ્મા પણ ફંગોળાઇ ગયા હતા. આવી હિંસાથી હું દુખી થઇ ગઇ છું.
બ્રિટનીએ કહ્યુ કે, આ સમગ્ર ઘટના અત્યંત શરમજનક હતી. તેમણે બધાને અપીલ કરી કે લોકો સાથે આદરપૂર્વક વર્તે. બ્રિટ્ટનીએ કહ્યું, દુનિયામાં ખૂબ હિંસા છે. હું તમામ પીડિતો સાથે ઉભી છું અને દુઃખી છું. આ સિવાય તેણે ખેલાડીની જાહેરમાં માફી માંગવાની પણ માંગ કરી હતી. તેણે લખ્યું, 'અત્યાર સુધી ખેલાડી અને તેની સિક્યોરીટી તરફથી કોઈએ માફી માંગી નથી.
બાસ્કેટ બોલ પ્લેયર વિક્ટરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, શું થયું તે મને જાણ નથી, પરંતુ મને કોઇ પાછળથી આવીને પકડી લીધો હતો અને બોડીગાર્ડે તેમને હટાવ્યા હતા. એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વિક્ટર બ્રિટની સ્પીયર્સને ઓળખી શક્યો નહોતો.
બ્રિટની સ્પીયર્સ અમેરિકાની જાણીતી સિંગર છે અને અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp