બ્યૂટી ક્વીનનું ભયાનક મોત,2 મહિના પહેલા અંતિમ સંસ્કારનો વીડિયો બનાવેલો

PC: sundiatapost.com

વેનેઝુએલાની બ્યુટી ક્વીન તરીકે જાણીતી એરિયાના વિયેરાનું રોડ અકસ્માતમાં ઘાયલ થતાં મોત થયું છે. તેણી 26 વર્ષની હતી. વિયેરા 13 જુલાઈના રોજ ઓર્લાન્ડોમાં અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે તેની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ વિયેરાની અઠવાડિયા સુધી સારવાર ચાલી રહી હતી, પરંતુ તેણી બચી શકી નહોતી.

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ, આ ઘટના ત્યારે બની હતી જ્યારે એરિયાના કાર ચલાવતી વખતે સુઇ ગઇ હતી અને તેની કાર ઓર્લાન્ડોમાં એક ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી. દુર્ઘટનાના 10 દિવસ પછી, એરિયાના વિયેરાની માતાએ વેનેઝુએલાની એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,તેમની દીકરી થાકથી પીડાતી હતી અને નોના ઝીલ પાસે ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગઈ હતી. જેના કારણે તેની કાર બેકાબૂ થઇ ગઇ હતી અને અકસ્માત થયો હતો.

મિસ વેનેઝુએલા એરિયાનાની માતા Vivian Ochoa એ કહ્યું હતું કે સારવાર દરમિયાન ડોકટરો એરિયાનાને હોંશમાં લાવ્યા હતા, પરંતુ જ્યારે તેણીને ટ્રોમાં કેર લઇ જવામાં આવી રહી હતી હતી ત્યારે હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું.

બ્યૂટી ક્વીન વિયેરાનું મોત તેના ચાહકો માટે એક આઘાત સમાન છે. વિયેરાના મોત પછી સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઇ છે શું તેણીને પોતાની સાથે બનનારી ઘટના વિશે પહેલેથી અંદાજ આવી ગયો હતો?

એરિયાનાએ 2 મહિના પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના અંતિમ સંસ્કારની વાત કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Ariana Valentina (@arianaviera__)

વિયેરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મે મહિનામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વિયેરાએ પોતાના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, પોતાના ભવિષ્યના અંતિમ સંસ્કાર માટે પોતાની જાતને રેકોર્ડ કરી રહી છું.

વિયેરાની માતાએ કહ્યું હતું કે, તે ઓકટોબર મહિનામાં ડોમિનિકન રિપબ્લિકમાં મિસ લેટિન અમેરિકા ઓફ ધ વર્લ્ડ 2023ની ર્સ્પધામાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા જવાની હતી, પરંતુ એ પહેલાં જ તેનું મોત થઇ ગયું છે.

વિયેરાની માતાએ આગળ કહ્યું કે, મારી દીકરી વિયેરા હમેંશા લોકોને મદદ કરવા માટે તૈયારી રહેતી, તેણે ઘણા લોકોને મદદ કરી છે. તે લોકોને મદદ કરવા માટે તેનું બધું કામ અટકાવી દેતી હતી અને લોકોના દુખને સાંભળતી હતી.

મિસ વેનેઝુએલા  એરિયાના રીઅલ એસ્ટેટ બિઝનેસ સાથે પણ સંકળાયેલી હતી અને તે ફુલ હાઉસ ક્લીનીંગ સર્વિસ ચલાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp