મોરના ઈંડાને હાથ લગાવતા મોરે આવી રીતે પાઠ ભણાવ્યો, જુઓ વીડિયો

PC: satyaday.com

દરરોજ સોશિયલ મીડિયા પરથી અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે દરેક સુધી પહોંચતા હોય છે. ક્યારેક અકસ્માતના તો ક્યારેક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા હોય છે. જેના પર લાખોની સંખ્યમાં યુઝર્સ પ્રતિક્રિયા આપે છે. આ વીડિયો ક્યારેક ફની હોય છે તો ક્યારેક વિચારતા કરી મૂકે છે. પણ આ વીડિયોના લોકેશન કરતા એના કન્ટેન્ટ વધારે પસંદ પડી રહ્યા છે. પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ મોરના ઈંડાને લેવા માટે જાય છે અને મોર એને પાઠ ભણાવે છે. મોરના ઈંડા લેવા બદલ મોરે જ એને સજા આપી દીધી હતી. વાયરલ વીડિયોમાં એક ઈંડા સેવી રહ્યો છે અને બીજો વ્યક્તિ ઈંડા લેવા માટે આવી રહ્યો છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by natural video (@beautiffulgram_to)

વ્યક્તિ ઈંડાને હટાવવા પ્રયાસ કરે છે. જેવો તે ઈંડા લેવા માટે જાય છે ત્યાં દૂર રહેલા મોરની એના પર નજર પડે છે. એની હિલચાલ જોઈને તે ઝડપથી વ્યક્તિ પર ત્રાટકે છે. ઈંડા લેવાથી દૂર કરે છે. મોરના ઈંડાને બચાવે છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં કુલ 2813771 લોકોએ લાઈક કર્યો છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર beautifulfulgram2 પર જોઈ શકાય છે. જ્યારે વીડિયો 1.8 મિલિયન લોકોએ જોયો છે. આ અંગે જુદા જુદા યુઝર્સ પોતાની રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે એવું લખ્યું કે, લાલચે વ્યક્તિને આંધળો બનાવી દીધો છે.

અન્ય એક યુઝરે આ વ્યક્તિની નિંદા કરી છે. પણ એવું માનવામાં આવે છે કે, આ વીડિયો આપણા દેશનો નથી. અન્ય એક યુઝરે એવું લખ્યું કે, મોર ક્યારેય ઈંડા નથી આપતો. ઢેલ ઈંડા સેવે એ પછી જન્મ થાય છે. આ જ પેજ પર બીજા ઘણા વીડિયો છે. જે મોટાભાગે આઉટ ઓફ ઈન્ડિયાના હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp