પુતિન સામે બળવો કરનાર વેગનર ચીફનું મોત, પુતિને કહેલુ- વિશ્વાસઘાતીને નથી માફ કરતો

PC: livemint.com

હજારોની સંખ્યામાં હથિયારધારી લડાકા રશિયાના રસ્તાઓ પર નજરે પડી રહ્યા હતા. આ લડાકા રશિયાની સેના વિરુદ્ધ વિદ્રોહ કરી રહ્યા હતા. વેગનર આર્મીના આ લડાકાઓએ થોડા જ સમયમાં દક્ષિણી શહેર રોસ્તોવને કબજામાં લઈ લીધું હતું. ત્યારબાદ લડાકા રશિયાની રાજધાની મોસ્કો તરફ નીકળી પડ્યા હતા. જેણે પણ આ તસવીરો જોઈ, તેઓ હેરાન હતા. સવાલ ઉઠવા લાગ્યા કે શું દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક વ્લાદિમીર પુતિનની રશિયામાં જ પકડ ઢીલી પડી ગઈ છે.

પુતિને આ ગૃહ યુદ્ધની સ્થિતિને વાતચીતથી તેનું સમાધાન કરવું યોગ્ય સમજ્યું. રાષ્ટ્રપતિ પુતિને બેલારુશના રાષ્ટ્રપતિની મદદથી 24 કલાકમાં જ તેને ટાળી દેવામાં આવ્યું. બેલારુશના રાષ્ટ્રપતિ એલેક્જેન્ડર લુકાશેન્કોની મધ્યસ્થતા બાદ વેગનર યેવગેની પ્રિગોઝિને લડાકાઓને પાછળ હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પુતિને કઠોર શબ્દોમાં સંદેશ આપ્યો, અમારી પીઠમાં છરો ભોકવામાં આવ્યો અને તેમને તેની સજા મળશે. અમે પોતાના લોકોની સુરક્ષા માટે લડી રહ્યા છીએ. હથિયારધારી બળવાખોરોને અમે જડબાતોડ જવાબ આપીશું.

ઘટનાને 2 મહિનાનો સમય વીતી ગયો. 23 ઑગસ્ટે રશિયાથી એક સમાચાર આવ્યા. વેગનર આર્મી ચીફ યેવગેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશ થઈ ગયું. જેમાં વેગનર આર્મી ચીફ યેવગેની પ્રિગોઝિન સહિત 10 લોકોના માર્યા જવાના સમાચાર છે. તેઓ એ જ વેગનર આર્મી ચીફ હતા જેણે જૂનમાં રશિયાની સેના વિરુદ્ધ બળવો કર્યો હતો. ખાસ વાત એ છે કે એક સમયે પ્રિગોઝિન પુતિનના સૌથી નજીકના નેતાઓમાંથી એક હતા. તેઓ પુતિનના રસોઇયા તરીકે જાણીતા હતા. તેમના મોત બાદ સોશિયલ મીડિયા પર પણ ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન મીડિયામાં પણ પ્રિગોઝિનના મોત પાછળ પુતિનનો હાથ બતાવવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર પુતિનનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં પુતિને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તમે માફ કરવામાં સક્ષમ છો? તેના પર તેમણે કહ્યું હતું કે, હા પરંતુ દરેકને નહીં. તેના પર તેમને પૂછવામાં આવે છે કે તમારા માટે કોને ભૂલવું અસંભવ છે. તેના પર પુતિન કહે છે વિશ્વાસઘાતને. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે કહ્યું કે, તેમને આ રિપોર્ટસથી આશ્ચર્ય નથી, જેમાં વેગનર ચીફ પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મોતની વાત કહેવામાં આવી રહી છે. તેમણે આ ઘટના પાછળ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બતાવ્યા.

કોણ હતા પ્રિગોઝિન?

યેવગેની પ્રિગોઝિન પુતિનના રસોઇયા તરીકે જાણીતા હતા. પ્રિગોઝિનનો જન્મ 1961માં લેનિનગ્રાડ (સેંટ પિટર્સબર્ગ)માં થયો. તેમણે 20 વર્ષની ઉંમરમાં જ મારામારી, લૂંટ અને છેતરપિંડી સહિત ઘણા કેસોમાં સંડોવાઈ ગયા. ત્યારબાદ તેમને 13 વર્ષની સજા સંભળાવી. જો કે, તેમને 9 વર્ષમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા. પ્રિગોઝિને જેલમાંથી મુક્ત થયા બાદ હોટ ડૉગ વેચવા માટે સ્ટોલ લગાવવાના શરૂ કર્યા. તેમાં સફળતા મળ્યા બાદ તેમણે મોંઘુ રેસ્ટોરાં ખોલ્યું. પ્રિગોઝિનની રેસ્ટોરાં એ હદ સુધી ફેમસ થઈ ગઇ કે, લોકો તેની બહાર લાઇન લગાવીને રાહ જોવા લાગ્યા.

લોકપ્રિયતા વધી તો પોતે રાષ્ટ્રપતિ પુતિન વિદેશી મહેમાનોને આ રેસ્ટોરાંમાં ખવડાવવા લઈ જવા લાગ્યા. આ એ સમય હતો, જ્યારે પ્રિગોઝિન પુતિનની નજીક આવ્યા. ત્યારબાદ પ્રિગોઝિનને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવવા લાગ્યા, પ્રિગોઝિનની ભૂમિકા હંમેશાં શંકાસ્પદ રહી છે અને તેમણે લાંબા સમયથી કોઈ પણ રાજનૈતિક ભૂમિકાની ના પાડી, પરંતુ તેમનો પ્રભાવ ભોજનના મેજથી ખૂબ આગળ સુધી પહોંચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp