બાજવા પર પાક. પત્રકારનો ખુલાસો-ગોળા-બારૂદ અને નહીં પૈસા, એટલે કાશ્મીર પર..

PC: thefederal.com

પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, પાકિસ્તાની ફોજ ભારત સાથે લડવા માટે કાબેલ નથી. પૂર્વ આર્મી ચીફ જાવેદ બાજવાના સંદર્ભે તેણે મોટો ખુલાસો કર્યો છે. બ્રિટન સ્થિત પાકિસ્તાની મીડિયા ‘UK44’ સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે આ ખુલાસો કર્યો કે, આર્મી ચીફ જનરલ જાવેદ બાજવાએ કહ્યું હતું કે, અમે ભારત સાથે નહીં લડી શકે. પાકિસ્તાન પાસે ભારત વિરુદ્ધ લડવા માટે ગોળા-બારૂદ અને આર્થિક તાકતની કમી છે.

હમીદ મીરે એક વીડિયોમાં જાવેદ બાજવા પર કાશ્મીર વેચવાનો આરોપ લગાવ્યો છે. તેને એક વીડિયોમાં એવો દાવો કરતો સાંભળી શકાય છે કે જાવેદ બાજવાએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પર સીઝફાયર સાથે જ કાશ્મીર પર એક ડીલ કરી હતી, પરંતુ ઈમરાન ખાનને કોઈ જાણકારી જ નહોતી. કાશ્મીર પર કમર જાવેદ બાજવાની ડીલનો ખુલાસો અત્યાર સુધી પાકિસ્તાની નાગરિકો સામે કરવામાં આવ્યો નથી. હામિદ મીરને એમ કહેતો સાંભળી શકાય છે કે, જનરલ કમર બાજવાએ 25 પત્રકારો સામે એમ કહ્યું હતું કે, પાકિસ્તાની આર્મીના ટેન્ક્સ સારી રીતે કામ કરતા નથી અને ન તો સેના પાસે એટલા પૈસા છે કે તેમાં ડીઝલ નાખી શકાય.

તેમણે પત્રકારો સામે એ વાત માની હતી કે પાકિસ્તાનની આર્મી લડવા માટે યોગ્ય નથી. હામિદ મીરના જણાવ્યા મુજબ, જનરલ જાવેદ બાજવાએ કાશ્મીર પર એક ડીલ કરી. જે સમયે LOC પર યુદ્ધ વિરામ થયો, એ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનનો પ્રવાસ કરવાના હતા. હામિદ મીરનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોડી વર્ષ 2021માં પાકિસ્તાન જવાના હતા. જ્યારે વિદેશ કાર્યાલયને તેની બાબતે ખબર પડી તો, તેઓ ઈમરાન ખાન પાસે ગયા કેમ કે તેઓ તેની બાબતે અજાણ હતા.

ઈમરાન ખાને કહ્યું કે, તેની બાબતે ખબર છે અને NSA અજીત ડોભાલ સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ ઈમરાન ખાને કહ્યું કે, તેમની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાન યાત્રા બાબતે કોઈ પુષ્ટિ નથી. હામિદ મીરે એમ પણ કહ્યું કે, વિકલ્પોના અભાવમાં જાવેદ કમર બાજવાએ સામાન્ય સંબંધ બનાવવા માટે ભારત સાથે સુધરવાનો પ્રસ્તાવ રાખ્યો. બંને પક્ષ સમાધાન પર કામ કરી રહ્યા હતા કેમ કે પાકિસ્તાનને અનુભવ થયો કે તેની પાસે ભારત સાથે લડવા માટે ગોળા-બારૂદ અને આર્થિક તાકતની કમી છે. ડૉનના રિપોર્ટ મુજબ, ભારત સાથે ચારેય તરફ યુદ્ધનું જોખમ પાકિસ્તાન માટે ચૂંટણીમાં મોડું કરવાના પ્રયાસ કરનારા સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાંથી એક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp