ઘરમાં મળી 200 વર્ષ જૂની સિક્રેટ ગુફા, મિત્રો સાથે અંદર જઈને છોકરીએ જોયું તો..

એક છોકરીને પોતાના ઘર નીચે સિક્રેટ ગુફા મળી છે. તેની જાણકારી તેણે પોતાના મિત્રો અને શિક્ષકોને આપી હતી. પછી બધા એ ગુફાની અંદર જોવા માટે ગયા કે આખરે ત્યાં શું છે? ગુફા સદીઓ જૂની માનવામાં આવી રહી છે. આ ઘટના બ્રિટનના નોટિંઘમની છે. વિશેષજ્ઞોનું માનવું છે કે અહીં મળેલી ગુફા 1800ના દશકની હોય શકે છે, જેનો ઉપયોગ ઘરેલુ સુરંગના રૂપમાં થતો હશે. ધ સનના રિપોર્ટ મુજબ, તે 200 વર્ષ કરતા વધુ જૂની ગુફા એ સમયે મળી જ્યારે મજૂર અહીં નવી ઇમરજન્સી સેવા લગાવી રહી હતી.
જ્યારે ગુફા બાબતે ખબર પડી તો બધા વિદ્યાર્થી તેની અંદર જોવા ગયા કે આખરે ત્યાં શું ખાસ છે. ત્યારે તેમને એક આખો નવો ફ્લોર નજરે પડ્યો. તેમણે બધી 4 દીવાલોને કાપીને બનાવવામાં આવેલી બેન્ચ જોઈ, જેથી ખબર પડે છે જે તેનો ઉપયોગ ભોજન અને પેય પદાર્થને સ્ટોર કરવા માટે કબાટના રૂપમાં થતો હશે. ઘરમાં શિફ્ટ થવા અગાઉ તેમને આ બાબતે કઈ ખબર નહોતી. નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીની બ્રૉડકાસ્ટ જર્નાલિઝ્મની વિદ્યાર્થિની સ્ટેફની બેનેટે જણાવ્યું કે કેવી રીતે તેની રોમાન્ચક શોધ પણ ડરના માહોલ વચ્ચે થઈ.
તેણે કહ્યું કે, આ કોઈ મોટી ગુફા નથી. તે લગભગ 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી છે. આ બધુ ખૂબ રોમાન્ચક હતું, પરંતુ અમારે બધારે એક સાથે નીચે જવું પડ્યું કેમ કે અમે ડરેલા હતા કે અમને ત્યાં શું મળશે. અમે તેને ખુલ્લો રાખવા માગીશું કેમ કે ઘરમાં એક ગુફા હોવાની વાત સારી છે. અમે બધા અત્યાર સુધી નથી જાણતા કે તેનો કેવી રીતે ઉપયોગ કરીશું અને અમે અત્યાર સુધી કોઈ પાર્ટી પણ કરી નથી. આ ગ્રુપે સ્થાનિક પુરાતત્વવિદો સાથે સંપર્ક કર્યો હતો, જે ગુફા બાબતે જાણીને હેરાન રહી ગયા.
તેમણે જણાવ્યું કે, તેને લગભગ 2 સદી અગાઉ બનાવવામાં આવી હશે. નોટિંઘમ સિટી કાઉન્સિલના કાર્યવાહક પુરાતત્વવિદ સ્કોટ લોમેક્સે જણાવ્યું. ગુફા એક ઘરેલુ સુરંગ જેવી પ્રતીત થાય છે. જે ઉપરની ઇમારત જેવી જ છે એટલે તે 19મી સદીની હોય શકે છે. તે આ પ્રકારની ગુફાનું એક સારું ઉદાહરણ છે. જો કે, તે આકારમાં નાની છે. શહેરમાં ઉપસ્થિત બાકી ગુફાઓના ઉપયોગ બાબતે વધુ જાણકારી આપનારી લાગી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp