શાળાનો વિચિત્ર નિયમ! જે માતા-પિતા બાળકને લઇ જવા મોડું કરશે તેણે 9000 ચૂકવવા પડશે

PC: birminghammail.co.uk

જ્યારે એક સ્કૂલ ટીચરે સોશિયલ મીડિયા પર પોતાની સ્કૂલના અનોખા નિયમ વિશે જણાવ્યું, તો લોકો તરફથી ટિપ્પણીઓનો મારો ચાલુ થઇ ગયો હતો. તેમણે જણાવ્યું કે, તેમની નવી શાળાના એડમિશન એગ્રીમેન્ટમાં લેટ પિક અપ પોલિસી છે, જેમાં વાલીઓ જો બાળકને સ્કૂલમાંથી લઇ જવામાં મોડું કરશે તો તેમને તેનો દંડ ભરવો પડે છે. 

આજકાલ શાળાઓ અને કોલેજોમાં એવા ઘણા નિયમો બનાવી નાંખવામાં આવે છે, જે થોડા અનોખા તો હોય છે, પરંતુ ક્યારેક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તાજેતરમાં, શાળામાંથી છુટ્ટી થઇ ગયા પછી તેમના માતા-પિતાની રાહ જોતા બાળકો સાથે રહેતી એક શિક્ષિકા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે શાળાના ડિરેક્ટરે તેને ફોન કર્યો અને સ્કૂલ છોડીને ઘરે જતાં પહેલા તેને 116 ડૉલર (આશરે રૂ. 9,572.39) આપ્યા હતા. ક્રિસ્ટીન ઇવાન્સ વર્ષોથી આ કરી રહી હતી પરંતુ આ પહેલી વાર હતું જ્યારે તેને તેના આ કામ માટે ચૂકવણી કરવામાં આવી હતી. જ્યારે ક્રિસ્ટીન ઈવાન્સે ટિકટોક પર આખી વાત જણાવી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 

ખરેખર, ક્રિસ્ટીન ઇવાન્સને તેની નવી નોકરીને કારણે તેની નવી શાળાના આ અનોખા નિયમ વિશે ખબર નહોતી. તેણે કહ્યું કે આવું પહેલીવાર થયું છે, પણ અજીબ લાગ્યું. તેણે કહ્યું, હું 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છું અને હંમેશા 20-30 મિનિટ બાળકો સાથે તેમના માતા-પિતાની રાહ જોતા શાળામાં રહું છું, પરંતુ મારી નવી શાળાના પ્રવેશ કરારમાં 'લેટ પીક અપ' પોલિસી છે. જે પોલિસીમાં બાળકોને સ્કૂલમાંથી લઇ જવામાં મોડું થાય તો દરેક માતા-પિતાએ દર મિનિટે 2 ડૉલર (રૂ.165.01)નો દંડ ચૂકવવો પડશે. 

તેણે કહ્યું કે, આ બાળકના માતા-પિતા તેને કોઈ પણ સૂચના આપ્યા વિના તેને લેવા માટે આવવામાં ઘણી વાર મોડા પડતા હતા, પરંતુ શાળાએ તેમની પાસેથી પ્રથમ વખત દંડ લીધો હતો, જે મને આપવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, કેવી રીતે તે તેની બેગ પેક કર્યા પછી ઘરે જવાની હતી, ત્યારે શાળાના ડિરેક્ટરે તેને બોલાવી અને તેને 116 ડૉલર (આશરે રૂ. 9,572.39) આપ્યા. વાસ્તવમાં, તે જે બાળકની સાથે રોકાઈ હતી તેના માતા-પિતા કુલ 1 કલાક મોડા આવ્યા, જેના માટે તેમને આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

ક્રિસ્ટીનના આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. કોઈએ કહ્યું, આ શું બકવાસ છે, એક કલાક માટે આટલો મોટો દંડ? બીજાએ લખ્યું, આ જરૂરી છે, નહીં તો બાળકોના માતા-પિતા મોડા આવવાને કારણે શિક્ષકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજાએ લખ્યું, તમારી શાળાએ આ પૈસા શિક્ષકને આપી પણ દીધા, કેટલીક શાળાઓ તો દંડના આ પૈસા પોતાની પાસે રાખી લે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp