કોઈ સાયકોએ 65 મહિલાઓને લેટર સાથે વાપરેલા કોન્ડોમ મોકલ્યા, બધી મહિલાઓ...

PC: aajtak.in

તાજેતરમાં કેટલીક મહિલાઓને તેમના ઘરના મેઈલબોક્સમાંથી જે મળ્યું, તે જોઈને તેઓ ચોંકી ગયા હતા. એમાં કંઈક એવું હતું કે, મહિલાઓની સાથે સાથે તેમના પરિવારજનો પણ ડરી ગયા. પત્રની સાથે મેલ બોક્સમાંથી મળેલી આ વસ્તુઓ આ પીડિતાઓ માટે દુઃસ્વપ્ન સમાન હતી. 

છેલ્લા બે મહિનામાં 65 જેટલી મહિલાઓએ પોલીસમાં વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. વાસ્તવમાં તેમને તેમના ઘરના મેલ બોક્સમાંથી કંઈક એવું મળ્યું, જે તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું. એક ગ્રાફિક મેસેજવાળા મેઈલ બોક્સમાં આ બીભત્સ વસ્તુ મેળવી એ કોઈ માનસિક રોગી વ્યક્તિનું કામ લાગી રહ્યું છે.

વાસ્તવમાં, મહિલાઓને મેલબોક્સમાં વપરાયેલા કોન્ડોમ મળી રહ્યા છે. આ તેટલું જ બીભત્સ છે જેટલું કે તે ડરાવનારું પણ છે. મામલો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નનો છે. મીડિયા સૂત્રોના સમાચાર અનુસાર, પોલીસનું માનવું છે કે, આ પીડિતાઓ એકબીજી સાથે જોડાયેલી છે અને તેઓ લક્ષિત હુમલાનો શિકાર છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, ફરિયાદ કરનાર તમામ મહિલાઓએ વર્ષ 1999માં શહેરની એક ખાનગી કન્યા શાળા કિલબ્રેડા કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, એમાંથી ઘણી પીડિત મહિલાઓને એકથી વધુ વખત પત્ર મળ્યા હતા જેમાં કવરની અંદર વપરાયેલા કોન્ડોમને રાખવામાં આવ્યા હતા. કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટીવ ગ્રાન્ટ લુઈસે કહ્યું કે, તપાસકર્તાઓ હસ્તાક્ષરથી લઈને DNA સુધીની દરેક વસ્તુની તપાસ કરી રહ્યા છે, જેથી આરોપીને જલદીથી પકડી શકાય. આ મહિલાઓના સરનામા 24 વર્ષ જૂની સ્કૂલની વાર્ષિકબુકમાંથી કાઢવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

કોન્ડોમ સાથે મળેલા પત્રમાં કેટલાક અક્ષરો હાથથી લખેલા છે, જ્યારે કેટલાક ટાઈપ કરેલા છે. આ પત્રોમાં સૂચક, ધમકીભર્યા અને લૈંગિક સંદેશાઓ છે અને આવા સંદેશાઓ મહિલા માટે દુઃસ્વપ્નથી ઓછા નથી. લુઈસે કહ્યું, અમે આરોપીને ચેતવણી આપી રહ્યા છીએ કે, આ બધું બંધ કરે, અમે તેને જલ્દી શોધી કાઢીશું.

એક પીડિતાએ કહ્યું કે, મેઈલબોક્સમાં આ બધું જોઈને મારા માતા-પિતા ડરી ગયા છે. તેમને લાગે છે કે, કોઈ ખતરનાક વ્યક્તિ મને નિશાન બનાવી રહી છે. પોલીસે કહ્યું કે, આ બાબત સાથે કન્યા શાળાનું શું જોડાણ છે તે સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી અથવા શાળાનો કર્મચારી હોઈ શકે છે. ઘટના બાદ સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, જો અન્ય કોઈ મહિલાને પણ આવા મેઈલ આવી રહ્યા છે, તો તેણે આગળ આવવું જોઈએ, જેથી કરીને તેની મદદ કરી શકાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp