
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ સેના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તેમનો આરોપ છે કે, ઈમરાન ખાનની ધરપકડ પાછળ પાકિસ્તાની સેનાનો હાથ હતો. આવી સ્થિતિમાં સમગ્ર પાકિસ્તાનમાં સૈન્ય સ્થાપનો પર હુમલા થયા છે. PTI સમર્થકોએ રાવલપિંડીમાં લશ્કરી મુખ્યાલય પર હુમલો કર્યો અને મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ સ્ટેશનની બહાર તોડફોડ કરી અને આગ લગાવી. મોટાભાગના તોફાનો લાહોરમાં પાકિસ્તાન આર્મીના IV કોર્પ્સ હેડક્વાર્ટરમાં થયા હતા. PTIના સમર્થકોએ માત્ર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સલમાન ગનીના ઘરની લૂંટફાટ કરી ન હતી, પરંતુ તેમની ઓફિસ અને અન્ય સંસ્થાઓમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે, સમગ્ર દેશમાં ધાક બતાવવાવાળા પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડર બદમાશો સામે હાથ જોડીને કરગરતા જોવા મળ્યા હતા.
વાયરલ વીડિયોમાં લાહોરના કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સલમાન ગની PTI સમર્થકો સામે લાચાર ઊભા જોવા મળે છે. સિવિલ ડ્રેસમાં કોર્પ્સ કમાન્ડર ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોને સમજાવતા અને ઘરની બહાર જવાની વિનંતી કરતા સાંભળવામાં આવે છે. જો કે, સમર્થકો ત્યાંથી નીકળવાનો ઇનકાર કરે છે. આ પછી સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરના ઘરે લૂંટ ચલાવી હતી. તેના ઘરમાંથી સાલન, ચિકન, મોર, રૂહ અફઝા, સ્ટ્રોબેરી અને અન્ય ઘણી મીઠાઈઓ લૂંટી લેવામાં આવી હતી. કેટલાક સમર્થકો કોર્પ્સ કમાન્ડરના ઘરની બહાર પાર્ક કરેલી જૂની તોપને લઈ જતા જોવા મળ્યા હતા.
Wow.
— Wajahat S. Khan (@WajSKhan) May 12, 2023
The (now former) Corps Commander of Lahore’s IV Corps, seen in casual clothes, trying to talk down the mob that attacked his residence the other day.
This is unprecedented.
But is this why he was removed — because he was on the defensive? pic.twitter.com/dtTrCfFvCC
પાકિસ્તાન આર્મીના રિટાયર્ડ મેજર આદિલ રાજાએ દાવો કર્યો છે કે, આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે લાહોર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સલમાન ગનીને હટાવી દીધા છે. તેના પર 9 મેની હિંસા દરમિયાન આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરવાનો આરોપ છે. આદિલ રાજાએ એમ પણ કહ્યું કે, કોર્પ્સ કમાન્ડરની સાથે તેમના COS, એક બ્રિગેડ કમાન્ડર અને ઇન્ફન્ટ્રી યુનિટના COને પણ બરતરફ કરવામાં આવ્યા છે. જો કે આ કાર્યવાહી અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ ઈમરાન ખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન મળી ગયા. પરંતુ, પાકિસ્તાન સરકારે અન્ય મામલામાં તેની ફરી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં, પંજાબ પોલીસ હવે 9મી મેના રોજ હિંસાના આરોપમાં ધરપકડ વોરંટ સાથે ઈમરાન ખાનને શોધી રહી છે. 9 મેના રોજ ઈમરાન ખાનના સમર્થકોએ પંજાબ સહિત પાકિસ્તાનના દરેક પ્રાંતમાં હિંસા આચરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp