તુર્કીમાં ભૂકંપની આગાહી કરનાર વૈજ્ઞાનિકે હવે ભારત માટે શું કહ્યું?

PC: thelallantop.com

તુર્કીમાં આવેલા ભૂંકપ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે તુર્કીમાં આવેલા ભૂંકપ પછી ડચ સંશોઘક ફ્રેંક હૂગરબીટ્સનો પણ ઉલ્લેખ થઇ રહ્યો છે. ફ્રેંક હૂગરબીટ્સે તુર્કી અને પડોશી વિસ્તારમાં ભૂંકપની આગાહી કરી હતી.તુર્કીમાં ભૂંકપને કારણે અત્યાર સુધીમાં 30,000 લોકો મોતને ભેટ્યા છે.

હવે ફ્રેંક હૂગરબીટ્સનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં ફ્રેંક દાવો કરી રહ્યા છે કે ભારતીય ઉપખંડમાં મોટો ભૂકંપ આવશે. ફ્રેન્ક હૂગરબીટ્સ એમ પણ કહી રહ્યા છે કે આ ભૂકંપ હિંદ મહાસાગર ક્ષેત્રમાં એટલે કે ભારત-પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનની આસપાસના ઘણા વિસ્તારોમાં આવી શકે છે.

ફ્રેંક હૂગરબીટ્સ સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGEOS) માટે કામ કરે છે. તેઓ ગ્રહોની ગતિના આધારે ધરતીકંપની આગાહી કરે છે. SSGEOS એ એક સંશોધન સંસ્થા છે જે ધરતીકંપની પ્રવૃત્તિનો અંદાજ કાઢવા માટે ગ્રહો જેવા અવકાશી પદાર્થોનું નિરીક્ષણ કરે છે.

ફ્રેંક હૂગરબીટ્સે તુર્કીમાં ધરતીકંપની ભવિષ્યવાણી કરતી વખતે એ પણ કહ્યું હતું કે, તેમણે ભવિષ્યવામી કરતા પહેલું પુરુ રિસર્ચ કર્યું હતું. રિસર્ચમાં ખબર પડી હતી કે તુર્કીમાં ભૂકંપ સબંધિત ગતિવિધીઓ થવાની છે. એટલે એમણે વિચાર્યું કે ઘટના બને તે પહેલા લોકોને ચેતવણી જારી કરવી જરૂરી છે.

સોશિયલ મીડિયા પર ફ્રેંકના દાવા પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે ફ્રેંકનું કહેવું છે કે ભૂકંપ અંગેની આગાહીને સૈદ્ધાંતિક રીતે સાચી માનવામાં આવતી નથી. બીજી તરફ અમેરિકન જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે આજ સુધી કોઈ વૈજ્ઞાનિકે ભૂકંપની આગાહી કરી નથી. વાસ્તવમાં, વૈજ્ઞાનિક આગાહીઓ કરવા માટે વપરાતી પદ્ધતિને લઈને ઘણા વિવાદો છે.

સોશિયલ મીડિયા પર ભૂંકપની તારીખ અને સમય બાબતે પણ ફ્રેંકને સવાલો પુછવામાં આવી રહ્યા છે. એની પર ફ્રેંકે કહ્યુ કે, વૈજ્ઞાનિકો માત્ર વર્ષની અંદર ભૂંકપ આવવાનો અંદાજ લગાવી શકે છે. અમે તારીખ, સમય અને સટીક લોકેશનની જાણકારી આપવા માટે સક્ષમ નથી.

ફ્રેંક હૂગરબીટ્સે કહ્યું કે તેમની સંસ્થાએ ઇતિહાસમાં આવેલા ભીષણ ધરતીકંપ વિશે રિસર્ચ કરેલા છે. તેમની સંસ્થા ગ્રહોની સ્થિતિ જોઇને ધરતીકંપનો અંદાજ લગાવી શકે છે.

ફ્રેંક હૂગરબીટ્સે કહ્યુ કે ઇતિહાસમાં આવેલા ભૂંકપનો અભ્યાસ કરવા માટે અમે એક પેટર્ન શોધતા હોઇએ છીએ. જેને લીધા ભવિષ્યમાં આવનારા ભૂંકપ વિશે અંદાજ લગાવી શકાય.જ્યારે મુખ્ય પ્રવાહના વૈજ્ઞાનિકો ગ્રહોને કારણે ભૂંકપ આવવાની વાતને ખોટી માને છે.

ફ્રેંકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતની સાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ મજબૂત ભૂકંપની આગાહી કરી છે. ફ્રેંક પોતે કહે છે કે એ સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનથી શરૂ થઈને ભૂકંપ હિંદ મહાસાગર સુધી પહોંચશે. ફ્રેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગાહી અંગે હજુ પણ થોડી ભ્રમની સ્થિતિ છે.

ફ્રેંકનું કહવું છે કે, હાલમાં તેની પાસે ટેક્નોલોજીને વિસ્તારવા માટે કોઈ સાધન નથી. ફ્રેંકે કહ્યું કે તેણે તુર્કીના વૈજ્ઞાનિકનો સંપર્ક કર્યો હતો, કેટલાક વૈજ્ઞાનિકોને તેમાં રસ છે, પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકોને તેમાં રસ નહોતો. ફ્રેંકે કહ્યું કે સીરિયાથી થોડો રિસ્પોન્સ મળ્યો હતો. તેણે કહ્યું , જો ભારત સરકાર તેનો સંપર્ક કરશે તો પોતાનું જ્ઞાન આપવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp