26th January selfie contest

થોડાં સમયની મજા તમને અપાવી શકે છે સજા, સેક્સ સ્ટેલ્થિંગ તમને પહોંચાડી શકે છે જેલ

PC: zoomnews.in

શું તમે જાણો છો કે સેક્સ સ્ટેલ્થિંગનો મતલબ શું થાય છે. સેક્સ સ્ટેલ્થિંગ એટલે કે એવી ચીટિંગ જે થોડીવારનું સુખ મેળવવા માટે પોતાના પાર્ટનરની સાથે બેડ પર કરવામાં આવે છે, એટલે કે સેક્સ દરમિયાન પાર્ટનરને જણાવ્યા વિના કોન્ડોમ હટાવી લેવુ. આવી હરકતોના કારણે સાથીમાં યૌન સંચારિત રોગોથી સંક્રમિત થવાનું અથવા ગર્ભવતી થવાનું જોખમ રહેલું છે. આ સાથે જ તે પીડિત અથવા પીડિતાની ગરિમાનું પણ ઉલ્લંઘન કરે છે. સામાન્યરીતે છોકરા થોડી પળની મજા માટે આ પ્રકારનું ચીટિંગ કરે છે પરંતુ, હવે આ પ્રકારના મામલા ગંભીર રૂપ લેતા જઈ રહ્યા છે. ઘણા દેશોએ સેક્સ સ્ટેલ્થિંગને ક્રાઇમ માન્યું છે.

તાજો મામલો નેધરલેન્ડમાંથી સામે આવ્યો છે. જ્યાં સેક્સ દરમિયાન પાર્ટનરની મરજી વિના કોન્ડોમ ઉતારવા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. છોકરીએ આ મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. કોર્ટે કહ્યું કે, છોકરાએ આવુ કરીને છોકરીના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. છોકરીની પર્સનલ ફ્રીડમને સમાપ્ત કરી દીધી છે. કોર્ટે છોકરા પર ફાઇન લગાવ્યો.

આ પહેલા પણ સેક્સ સ્ટેલ્થિંગના મામલા સામે આવી ચુક્યા છે. ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2018માં 50 વર્ષના જેસી નામના એક વ્યક્તિ પર સંભોગ દરમિયાન કોન્ડોમ હટાવવાના કારણે રેપના ચાર્જ લગાવવામાં આવ્યા હતા. જેસીએ એક સેક્સ વર્કર સાથે એક કલાકની ડીલ કરી હતી પરંતુ, સેક્સ દરમિયાન છોકરીના ના પાડવા છતા આરોપીએ જબરદસ્તી કોન્ડોમ હટાવી દીધુ. આ ઘટના બાદ સેક્સ વર્કરે કોર્ટનો સહારો લીધો અને પછી લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. આખરે કોર્ટે આ ઘટનાને રેપ ગણાવી અને જેસીને 3 વર્ષ 9 મહિનાની સજા થઈ.

ન્યૂઝીલેન્ડમાં જ હાલ થોડાં સમય પહેલા જ 28 વર્ષીય એક છોકરાએ સેક્સ સ્ટેલ્થિંગના કારણે જેલના સળીયા પાછળ ધકેલાવાનો વારો આવ્યો છે. તેમજ, જર્મનીમાં એક પોલીસવાળાને જ આ મામલામાં સજા મળી. હવે સમગ્ર દુનિયામાં તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણા યુરોપિયન દેશોમાં ચીટિંગથી કોન્ડોમ હટાવવાને લઇને કાયદો પણ બની ગયો છે. અનસેફ સેક્સ મોટાભાગે મુસીબતનું કારણ બને છે, ખાસ કરીને છોકરીઓ માટે અને તેની વિરુદ્ધ જેમ-જેમ જાગૃતતા વધી રહી છે છોકરીઓ પોતાના પાર્ટનરની બેડ ચીટિંગ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp