કઈ રીતે સમુદ્રમાં ઉતર્યા બાદ ટાઈટન સબમરીનમાં થયો ખતરનાક બ્લાસ્ટ? જાણો કારણ

ગુમ થયેલી સબમરીન ટાઈટનને શોધવા 4 દિવસ ચાલેલા અભિયાનનો એક દુઃખદ અંત થયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી સબમરીનમાં વિનાશકારી વિસ્ફોટ થયો, જેના કારણે તેમાં સવાર બધા 5 યાત્રીઓના મોત થઈ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈટેનિક ડૂબવાના કારણે લગભગ 500 મીટર દૂર સમુદ્રની તળેટી પર સબમરીનના 5 મોટા મોટા ટુકડા મળ્યા છે.
તેનું મળવું પહેલા સામે આવેલા સમાચારો સાથે મેળ ખાય છે કે ટાઈટન જ્યારે પાણીમાં ઉતરી હતી, એ જ દિવસે અમેરિકન નૌકાદળને એક વિસ્ફોટ જેવો જોરદાર ધમાકો સંભળાયો હતો. નૌકાદળના સમુદ્રની તળેટી સેંસરે એ વિસ્તારમાં બ્લાસ્ટની જાણકારી મેળવી હતી, જ્યાં સબમરીનનું પોતાના મેન પોત સાથે સંપર્ક તૂટી ગયો હતો. એ સમયે વિસ્ફોટ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, ‘એ નિર્ધારિત નહોતું.
વિનાશકારી વિસ્ફોટ શું છે?
આપણે એમ માની શકીએ છીએ કે, બ્લાસ્ટ એ જ દિવસે થયો, જે દિવસે સબમરીન પાણીમાં ઉતરી હતી, પરંતુ તે એ સમયે થયો નથી, જ્યારે તેમનો પોતાના મુખ્ય પોતથી સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ એવું શું થયું? પાણીમાં ઊંડાઈએ ચાલતી મોટાભાગની સબમરીનમાં એક પ્રેશર વેસલ હોય છે. જે સિંગલ મેટલ મટિરિયલથી બનેલું હોય છે. સામાન્ય રીતે ઓછી ઊંડાઈ (લગભગ 300 મીટરથી ઓછી) માટે સ્ટીલ અને વધારે ઊંડાઈ માટે ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે.
ટાઈટેનિયમ કે મોટા સ્ટીલવાળું પ્રેશર વેસલ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને તે 3,800 મીટર ઊંડાઈ સુધી દબાવ ઝીલી શકે છે. ટાઈટેનિકનો કાટમાળ એજ ઊંડાઈ પર પડ્યો છે. ટાઈટન સબમરીન તેનાથી અલગ હતી. તેનું પ્રેશર વેસલ ટાઈટેનિયમ અને મિક્સ કાર્બન ફાઇબરના મિશ્રણથી બન્યું હતું. તે એન્જિનિયરિંગના નજરિયાથી થોડી હદ સુધી સામાન્ય છે કેમ કે પાણીમાં ઊંડાણ સુધી જવાને લઈને ટાઈટેનિયમ અને કાર્બન ફાઈબર ખૂબ અલગ ગુણોવાળી સામગ્રી છે.
ટાઈટેનિયમ લચીલું છે અને વાયુમંડળીય દબાવમાં વાપસી બાદ એ મુજબ ઢળી જાય છે. એ દવાબ નાખનારા બળોને અનુકૂળ સંકોચાઈ પણ શકે છે અને આ બળો ઓછા થવા પર ફરીથી ફેલાઈ જાય છે. બીજી તરફ કાર્બન ફાઈબર વધારે સખત હોય શકે છે અને તેમાં એવું લચીલાપણું હોતું નથી. આપણે એ વાતનો માત્ર અંદાજો જ લગાવી શકીએ છીએ કે 2 અલગ-અલગ ટેક્નોલોજીના મિશ્રણથી શું થયું હશે, પરંતુ એક વાત આપણે નિશ્ચિત રૂપે કહી શકીએ છીએ આ સામગ્રીઓમાં અંતરનું કારણ કોઈ ગરબડ થઈ અને પાણીની નીચે દબાવના કારણે વિસ્ફોટ થયો હશે.
સ્પષ્ટ ડિઝાઇન, નિર્માણ અને પૂરતી તપાસ બાદ તૈયાર કરાયેલું પ્રેશર વેસલ બધી દિશાઓથી પડતા પૂરા દબાવને ઝીલી શકે છે. એવી સ્થિતિમાં યોગ્ય સમગ્રીથી બનેલી સબમરીન ઊંડાઈમાં જરૂરિયાત મુજબ, શ્વાસ લઈ શકે છે. સંકોચાઈ અને ફેલાઈ શકે છે. ટાઈટનમાં બ્લાસ્ટનો અર્થ છે કે તેની સાથે એવું થયું નથી. આ વિસ્ફોટના કારણે તેમાં સવાર બધા મુસાફરોનું 20 મિલીસેકન્ડથી પણ ઓછા સમયમાં મોત થઈ ગયું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp