મદ્રેસા પર મૌલાના બોલ્યો-આપણે ઇન્ડસ્ટ્રી લગાવી રાખી છે જે 'ગે'ને જન્મ આપે છે

PC: zeenews.india.com

પાકિસ્તાનના મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મૌલાના પાકિસ્તાનના મદ્રેસાઓ પર સવાલ ઊભા કરી રહ્યો છે. મૌલાના દેશમાં ઇસ્લામનું શિક્ષણ આપનારી મદ્રેસાને સમલૈંગિક જન્મ આપનારી ઇન્ડસ્ટ્રી કહી રહ્યો છે. હવે આ મૌલાનાના દાવામાં કેટલું સત્ય છે? એ તપાસનો વિષય હોય શકે છે, પરંતુ આ મદ્રેસાઓમાં પોતાના બાળકોને મોકલતા માતા-પિતા આ વીડિયો જોઈને ચિંતિત જરૂર હશે.

આ વીડિયોને પાકિસ્તાનના ‘અનટોલ્ડ’ નામના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં મૌલાના કહેતો નજરે પડી રહ્યો છે કે, બધાને ખબર છે. આપણે ઇન્ડસ્ટ્રી લગાવી રાખી છે જે ગેને જન્મ આપે છે. ગલી ગલીમાં મસ્જિદો બની છે. દરેક 200 ગજ પર મસ્જિદો બનેલી છે. મૌલાના આગળ કહે છે કે આ મુદ્દો હલ નહીં થાય કે આપણે લતિફો બનાવીને તેને સમાપ્ત કરી દઈએ. આ મદારિસ (મદ્રેસાનું બહુવચન) સમાપ્ત થવા જોઈએ. દિવસ આ મદારિસથી ચાલ્યો નહોતો.

મૌલાના વીડિયોમાં લોકોને પોતાના બાળકોને મદ્રેસાથી દૂર રાખવાની અપીલ કરે છે. મૌલાના કહે છે કે, બાળકોને મેટ્રિક બાદ મોકલો. શરૂઆતમાં બાળકોને ઘર પર બેસાડો. એ પહેલા બાળકોને તેમના હવાલે ન કરો. એટલું જ નહીં, મૌલાના કહે છે કે, જો બાળક ન પણ ભણ્યા તો કોઈ વાત નહીં. તેને ઘરમાં જ સુરક્ષિત રાખો. માત્ર એક વફાકુલ મદારિસ, જેની સાથે મુફ્તી અજીજુર્રહમાનનો સંબંધ છે, તે એક વર્ષમાં 70 હજાર ગે તૈયાર કરીને મોકલે છે. આ મસાલો એવો નથી, જેને આપણે માત્ર મજાક બનાવીને સમાપ્ત કરીએ દઈએ.

તેણે આગળ કહ્યું કે, તેના પર રીતસર બેસીને વાત થવી જોઈએ. આ મદારિસ (મદ્રેસાનું બહુવચન) સમાપ્ત કરી દેવામાં જોઈએ. પાકિસ્તાનમાં ચાલતા મદ્રેસાઓ પર આ કોઈ પહેલી વખત સવાલ ઊભો થયો નથી. આ અગાઉ પણ મદ્રેસાઓ પર ઘણા પ્રકારના ગંભીર આરોપ લાગી ચૂક્યા છે. ગયા વર્ષે પાકિસ્તાનના પંજાબમાં એક મદ્રેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. શિક્ષક પર 10 સગીર વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ હતો. શિક્ષકે પોતાના પર લાગેલા આરોપોને સ્વીકાર્યા પણ હતા. પાકિસ્તાની મદ્રેસાઓને લઈને એવો પણ દાવો કરવામાં આવ્યો કે, મદ્રેસાઓમાં બાળકો સાથે ખોટી હરકતો પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp