1.65 કરોડનું ફોન બિલ જોઈને મહિલાના ઉડ્યા હોશ, કંપની બોલી- કોઈ ગરબડ નથી થઈ

PC: indiatimes.com

કેટલીક વખત ઘરમાં ફોન અને વીજ બિલ થોડું વધારે આવી જાય તો આપણે ખર્ચ પર કંટ્રોલ કરવા લાગીએ છીએ. એવું એટલે કેમ કે ક્યાંક આપણું બજેટ બગડી ન જાય, પરંતુ અમેરિકાના ફ્લોરિડાની રહેવાસી એક મહિલા સેલિના પાસે જ્યારે તેનું ફોન બિલ આવ્યું તો માનો કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બિલ 201,000 ડૉલર (ભારતીય ચલણ મુજબ 1.65 કરોડ રૂપિયા)નું હતું.

સેલિના પોતાનું ફોન બિલ પોતાના બે ભાઈઓ સાથે શેર કરતી હતી, જે દિવ્યાંગ હતા અને મેસેજ અને ડેટા કમ્યૂનિકેશન પર નિર્ભર હતા, છતા સામાન્ય રીતે તેનું ફોન બિલ વધારેમાં વધારે 130 ડૉલર (13,715.14 રૂપિયા) સુધી આવતું હતું, એવામાં સેલિનાને ભરોસો હતો કે બિલ ખોટું જ છે. સેલિનાએ બિલ યોગ્ય કરાવવા માટે પોતાની સેવા પ્રદાતા કંપની ટી-મોબાઈલને ફોન કર્યો. બીજી તરફ ટી-મોબાઈલ કંપનીએ તર્ક આપ્યો કે બિલ સાચું છે.

સેલિનાના એ દાવા છતા કે, જ્યારે બિલ 200,000 ડૉલર (1.62 કરોડ)થી વધુ થઈ ગયું એ છતા કંપની તેને સૂચિત કરવામાં નિષ્ફળ રહી. ટી-મોબાઈલે તેને નજરઅંદાજ કરી દીધી. સેલિનાને ત્યારે રાહત મળી જ્યારે મિયામી ટી.વી. સ્ટેશન WSVN ટી.વી.એ તેની તરફથી હસ્તક્ષેપ કર્યો. ત્યારબાદ ફોન કંપની બિલ ઘટાડીને 2500 ડૉલર (2.05 લાખ રૂપિયા) કરવા અને તેને ચૂકવણી કરવા માટે 6 મહિનાનો સમય આપવા પર સહમત થઈ.

પરંતુ સવાલ હતો કે આટલું બધુ બિલ જો સાચું હતું તો તે આવ્યું કેવી રીતે? ઉલ્લેખનીય છે કે, જ્યારે સેલિનાના બંને ભાઈ એક અઠવાડિયા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાથી કેનેડા પહોંચ્યા તો તેમની પાસે ફોરેન સર્વિસ અને તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વિશાળ ડેટા બંને માટે ચાર્જ લેવામાં આવ્યો હતો. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ મહિલાએ વિદેશી ઉપયોગના સંબંધમાં શરતો અને પ્રતિબંધોને વાંચ્યા નહોતા. મીડિયા રિપોર્ટ મુજબ, તેના ભાઈઓએ 2 હજાર કરતા વધુ ટેક્સ્ટ અને ડાઉનલોડ કરેલા વીડિયો મોકલ્યા હતા. જેમાં એકલા ડેટા ચાર્જમાં 15 હજાર ડૉલર (15.83 લાખ રૂપિયા) કરતા વધુનો ખર્ચ આવ્યો હતો. એવામાં જ્યારે સેલિનાનું ફોન બિલ આવ્યું તો તેના હોશ જ ઊડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp