26th January selfie contest

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી, કારની ડિમાન્ડ ઘટી તો સુઝુકીએ આ પગલા લીધા

PC: bloomberg.com

દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સતત તુટી રહી છે, પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ચૂકી છે કે, દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓ હવે દેશ છોડવાની તૈયારી કરી રહી છે. જાપાની કાર નિર્માતા કંપની ટોયોટા બાદ હવે પાકિસ્તાન સુઝુકી મોટર્સે પણ આવતા મહિનાની શરૂઆતથી વાહનોનું પ્રોડક્શન બંધ કરવાની ઘોષણા કરી દીધી છે. પાકિસ્તાન સુઝુકી મોટર્સે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જને લખેલા પોતાના પત્રમાં કહ્યું છે કે, આગલી 2જી જાન્યારીથી લઇને 6ઠ્ઠી જાન્યુઆરી વચ્ચે વાહનોનું ઉત્પાદન બંધ કરશે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીનું કહેવું છે કે, ઓટો પાર્ટ્સ અને કંપ્લીટલી નોક્ટ ડાઉન કિટની આયાતની શરત સાથેની અનુમતિના કારણે પંરબંધને શટ ડાઉનનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે, સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના પ્રતિબંધના કારણે તેની આપૂર્તિ શૃંખલા પ્રભાવિત થઇ રહી છે. કંપનીએ કહ્યું કે, શરત સાથેની અનુમતિના કારણે નિકાસ ખેપ પ્રભાવિત થઇ રહી છે, તેમણે કહ્યું કે, પ્રતિબંધથી ઇનવેન્ટ્રીને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ પહેલાના મહિનાની શરૂઆતમાં ઇંડસ મોટર કંપનીએ પણ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા કંપ્લીટલી નોક ડાઉન કિટની આયાત પર પ્રતિબંધ લગાવાવના કારણે 10 દિવસો માટે પોતાના પ્લાન્ટને બંધ કરવાની ઘોષણા કરી છે, અને કંપનીએ ગયી 20મી ડિસેમ્બરથી લઇને 30મી ડિસેમ્બર સુધી પોતાના પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કરવાની ઘોષણા કરી હતી.

પાકિસ્તાની મીડિયામાં કહેવાયું છે કે, દૈનિક આધાર પર પ્લાન્ટ્સને ચલાવવા માટે આવશ્યક કાચા માલની અછતના કારણે આયાત પ્રતિબંધોએ ઓટોમોબાઇલ પ્રોડક્શન મુશ્કેલીઓને વધારી દીધી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને 20મી મેના રોજ HS કોડ 8703 શ્રેણી હેઠળ આયાત માટે પ્રાયર અપ્રૂવલ લેવાની એક નવી પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી આયાત થયેલી ખેપોની નિકાસી પર પ્રતિકૂળ પ્રભાવ પાડ્યો અને આ રીતે ઇનવેન્ટ્રી સ્તર પ્રભાવિત થયું છે. અન્ય એમ્બેસેડર અને વેન્ડર પણ થોડા મહિનાથી આયાત થયેલા સ્પેરપાર્ટ્સ અને એક્સેસરીઝની અછતના કારણે પોતાનું ઓપરેશન બંધ કરી રહ્યા છે.

યામાહા મોટર પાકિસ્તાને પણ આગામી 4થી જાન્યારી, 2023થી પોતાના વાહનોની વિસ્તૃત રેન્જની કિંમતોને અપડેટ કરવાની ઘોષણા કરી છે. તેનાથી પાકિસ્તાનીઓને જાપાની બાઇક્સ મોંઘી લાગવા લાગી છે. કંપનીએ પોતાની YB અને YBR સીરીઝના અમુક મોડલની કિંમત 12થી 13 હજાર રૂપિયા વધારી દીધી છે.

આ વિશે ઇન્ડસ્ટ્રી સંબંધિત એસોસિએશનનું કહેવું છે કે, પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો અને સ્પેરપાર્ટ્સની અછતનો હવાલો આપતા ત્રણ જાપાની બાઇક એસેમ્બલરોએ આ વર્ષે કિંમતોમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, ચીની બાઇક, જેમની કિંમત અપેક્ષાકૃત ઓછી છે, તેના વેચાણમાં સતત ઘટાડાનું કારણ પડકારરૂપ સ્થિતિનો સામનો કરી રહ્યું છે, જેનાતી તેમાંથી કેટલીક કંપનીઓ તો પોતાનું પ્રોડક્શન સસ્પેન્ડ કરવું પડ્યું કે પછી પ્લાન્ટને જ બંધ કરવા પડ્યા છે.

શુક્રવારના રોજ બલૂચિસ્તાન વ્હીલ્સ લિમિટેડના પ્રબંધને પણ બજારમાં વાહનોની માગમાં ઘટાડાના કારણે 30મી ડિસેમ્બર સુધી પ્રોડક્શન બંધ રાખવાની ઘોષણા કરી હતી. તે સિવાય, મિલટ ટ્રેક્ટર્સ લિમિટેડે પણ દેશમાં ટ્રેક્ટરોની માગમાં ઘટાડાનો હવાલો આપતા શુક્રવારે પોતાનું ઉત્પાદન બંધ રાખવાની ઘોષણા કરી છે. સ્થાનિક ઓટો ઉદ્યોગ આયાત પર અત્યાધિક નિર્ભર છે અને આર્થિક સંકટ વચ્ચે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp