આ છોકરી કોણ છે, જેને હમાસના આતંકવાદીઓએ નગ્ન કરી ફેરવી

PC: twitter.com

શનિવારે સવારે ઇઝરાયેલમાં જે બન્યું તેનાથી આખી દુનિયા હચમચી ઉઠી. હમાસના આતંકવાદીઓએ થોડી જ મિનિટોમાં 5000 રોકેટ છોડ્યા હતા. તેના ડઝનબંધ સશસ્ત્ર આતંકવાદીઓ દક્ષિણ ઇઝરાયેલમાં પ્રવેશ્યા હતા. અહીં સામાન્ય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સૌથી વધુ છે. સોશિયલ મીડિયા તેના ઘણા વીડિયોથી ભરેલું છે. જેમાં લોહીથી લથબથ મહિલાઓ રડતી જોવા મળે છે અને હમાસના આતંકવાદીઓ તેમના પર પોતાનું જોર બતાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.

આવા જ એક વીડિયોએ આખી દુનિયાને ચોંકાવી દીધી. જેણે પણ આ જોયું તેનું હૃદય હચમચી ગયું. વીડિયોમાં એક છોકરીની લાશને ટ્રક પર રખાયેલી જોઈ શકાય છે. તેના પર આતંકીઓ બેઠા છે. તેઓ મૃત શરીરના કપડાં ઉતારે છે. તેના પર થુંકે છે, બંદૂકો બતાવીને ઇઝરાયેલ પરના હુમલાની ઉજવણી કરે છે. આ દરમિયાન તેઓ 'અલ્લા હુ અકબર'ના નારા પણ લગાવે છે. તેઓ માનતા હતા કે તેઓએ એક ઇઝરાયેલી મહિલા સૈનિકને પકડી લીધી હતી. પરંતુ હવે આ યુવતીની ઓળખ થઈ ગઈ છે. તેની સાથે જે બન્યું તેનાથી તેનો આખો પરિવાર ઊંડો આઘાતમાં છે.

આ છોકરી હતી શનિ લાઉક, જે જર્મનીમાં રહેતી ટેટૂ આર્ટિસ્ટ હતી. જેઓ સંગીત સમારોહમાં ભાગ લેવા ઇઝરાયેલ આવી હતી. હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને અન્યો સાથે શનિનું પણ અપહરણ કર્યું. આ પછી તેમણે 30 વર્ષની શનિની હત્યા કરી નાખી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શનિની પિતરાઈ બહેન તોમાસિના વેઈનટ્રાબ- લાઉકે શાનીને ઓળખી હતી. તેણે કહ્યું કે, પરિવારે શાનિને તેના ટેટૂ અને વાળથી ઓળખી હતી. તે કહે છે, 'અમને કંઈ ખબર નથી. અમે કેટલાક સકારાત્મક સમાચારની આશા રાખી રહ્યા હતા. તે ખરેખર શાનિ છે. તે શાંતિ પર આયોજિત સંગીત સમારોહમાં ગઈ હતી. અમારા પરિવાર માટે આ એક દુઃસ્વપ્ન છે.'

હકીકતમાં, 50 વર્ષમાં પહેલીવાર હમાસે ઇઝરાયેલ પર આટલો મોટો હુમલો કર્યો છે. જેના કારણે ઈઝરાયેલ પોતે પણ આશ્ચર્યચકિત છે. ઈઝરાયેલના મીડિયા સૂત્રો અનુસાર હમાસના હુમલામાં 300થી વધુ ઈઝરાયેલ નાગરીકોના મોત થયા છે. જ્યારે 1500થી વધુ ઘાયલ થયા છે. હમાસે ઇઝરાયલ પર ચારે બાજુથી હુમલો કર્યો. તેણે ડઝનબંધ લોકોનું અપહરણ કર્યું છે. મોટી સંખ્યામાં લોકોની હત્યા પણ કરવામાં આવી હતી. લોકોને શેરીઓમાંથી ઉપાડીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા. તો કેટલાકને ત્યાં પકડીને મારી નાખવામાં આવ્યા હતા. હુમલાના દિવસે યહૂદીઓની રજા હતી.

આ પ્રકારના અન્ય ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં એક મહિલાનું અપહરણ કરીને બાઇક પર લઈ જતી જોવા મળી રહી છે. બીજામાં એક મહિલા સૈનિકના હાથ બંધાયેલા છે. તે લોહીમાં લથબથ છે. તેને વાળ પકડીને કારમાં બેસાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp