ટ્વીટરના નવા CEO લિંડા યાકારિનો કોણ છે?

PC: eluniversal.com.mx

એલન મસ્કે ટ્વીટરના નવા CEOનું એલાન કરી દીધું છે. મસ્કે ટ્વીટર પર કહ્યું હતું કે, તે ટ્વીટરના CEO પદેથી રાજીનામું આપશે અને એક મહિલા આ પદ સંભળશે. ત્યાર બાદ ઘણા નામ સામે આવ્યા. 12મી મેના રોજ ટ્વીટ કરીને એલન મસ્કે કહ્યું કે, લિંડા યાકારિનો ટ્વીટરના નવા CEO બનશે.

લિંડા યાકારિનો ટ્વીટરના નવા CEO હશે. લિંડા સિવાય Yahooના પૂર્વ CEO મેરિસા મેયરના નામ પર પણ ચર્ચા થઇ રહી હતી. ટ્વીટરના સૂત્રોએ કહ્યું કે, યુટ્યુબના પૂર્વ CEO સુસાનના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. એલન મસ્કે ટ્વીટ કરીને ચોખવટ કરી કે આગામી કેટલાક સપ્તાહમાં લિંડા CEOનું પદ સંભાળશે.

લિંક્ડઇન પાસેથી મળેલી જાણકારી અનુસાર, લિંડા 2011થી NBCUniversal સાથે કામ કરી રહી છે. આ કંપનીમાં તેઓ ગ્લોબલ એડવર્ટાઇઝિંગ એન્ડ પાર્ટનરશિપ્સના ચેરમેન છે. આ કંપનીમાં તેમણે એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લાયન્ટ પાર્ટનરશિપ્સના ચેરમેનની ભૂમિકા ભજવી છે. લિંડા કંપનીના કેબલ એન્ટરટેનમેન્ટ એન્ડ ડિજિટલ એડવર્ટાઇઝિંગ સેલ્સની પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે. આ કંપની પહેલા લિંડા ટર્નર નામની એકં કંપની માટે કામ કરતા હતા. આ કંપનીમાં તેમણે લગભગ 19 વર્ષ કામ કર્યું છે.

મસ્ક અને લિંડા લાંબા સમયથી એક બીજાને જાણે છે. 2022માં એક ઇન્ટર્વ્યુ દરમિયાન લિંડાએ મસ્કને સવારે 3 વાગ્યા પછી ટ્વીટ ન કરવા માટે કહ્યું હતું કારણ કે, તેનાથી મોટી કોન્ટ્રોવર્સી ઉભી થઇ શકે છે. મસ્કે લિંડાની વાત માની અને એમ પણ કહ્યું કે, તેમણે શું કરવું જોઇએ અને શું નહીં તે લિંડા ન કહી શકે.

ઓક્ટોબર 2022માં મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વીટરને ખરીદ્યું હતું. ડિસેમ્બરમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમને કોઇ એવો બેવકૂફ મળશે જે આ નોકરી કરે ત્યારે તેઓ CEO પદ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે, ત્યાર બાદ તેઓ ટ્વીટર સોફ્ટવેર અને સર્વર ટીમ્સને હેન્ડલ કરશે.

મસ્કે ટ્વીટરની બાગડોર સંભાળ્યા પછી લગભગ 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મસ્કે કંપનીની ટોપ પોઝીશન્સમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. ટ્વીટરની સર્વિસીઝ, ફીચર્સમાં પણ થોડા મહિનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp