ભારતમાં મારી ગેરન્ટી કોણ લેશે, હું પાછી આવી ન શકું એવું તમે કર્યું..,અંજુનો આરોપ

PC: tv9hindi.com

ભારતથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચેલી અંજુએ ફરી એકવાર એક ભારતીય ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અંજુએ જે પણ કહ્યું તે પછી લાગે છે કે તેણે પરત ફરવાનો ઈરાદો છોડી દીધો છે. અંજુની વાત માનીએ તો, તેના વિશે અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં તે ભારત આવશે ત્યારે તેની ગેરંટી કોણ લેશે? તેના જવાબો પરથી એવું પણ લાગે છે કે, તે ભારત પરત ફર્યા પાછી તેને પોતાની જિંદગીનો ડર સતાવી રહ્યો છે. અંજુ હાલમાં જ, ગોવા તેની બહેનના ઘરે જવાની છે તેમ કહીને ઘરેથી નીકળી હતી. જે પછી તે સીધી પાકિસ્તાન પહોંચી ગઈ હતી અને અહીંયા નસરુલ્લા સાથે તેના લગ્નના સમાચાર આવી રહ્યા છે.

અંજુએ મીડિયા સૂત્રોને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના વિશે અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. હવે ન તો તેના સંબંધીઓ તેને સ્વીકારશે અને ન તો તેના બાળકો તેને સ્વીકારશે. અંજુએ સ્પષ્ટ કહ્યું છે કે, તે પાકિસ્તાનમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેના પર નસરુલ્લા કે અન્ય કોઈનું કોઈ દબાણ નથી અને તે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવી રહી છે. અંજુ ફેસબુક પર ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી નસરુલ્લાને મળી હતી. તે તાજેતરમાં એક મહિનાના માન્ય વિઝા પર પાકિસ્તાન પહોંચી છે. અંજુ 20 ઓગસ્ટે પરત આવવાની હતી, પરંતુ હવે લાગે છે કે તે ભારત પરત નહીં ફરે. ભારતમાં અંજુના પિતાએ તેની સાથેના તમામ સંબંધો ખતમ કરવાનું તેને કહ્યું છે.

અંજુએ આ ઈન્ટરવ્યુમાં મીડિયા રિપોર્ટ્સ પર એક્શન લેવાની ધમકી પણ આપી છે. તે કહે છે કે, તે હજુ પણ ભારતની નાગરિક છે. આવી સ્થિતિમાં તે દરેક રિપોર્ટ સામે કાર્યવાહી કરી શકે છે, જેમાં તેના વિશે કહેવામાં આવ્યું છે. અંજુને પૂછવામાં આવ્યું કે, તે બે દિવસમાં ભારત પરત આવવાની છે, તો હવે તેનું શું થયું? આના પર અંજુએ કહ્યું, 'તમે લોકો મારા વિશે શું શું કહી રહ્યા છો. મને ભારત આવવા લાયક છોડી નથી. ત્યાં મારી ગેરંટી કોણ લેશે? ન તો મારા સંબંધીઓ મને સ્વીકારશે કે ન તો મારા બાળકો મને સ્વીકારશે, તો મને કહો કે હું ક્યાં જઈશ.'

સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. તેણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, તે હજુ પણ ભારતીય નાગરિક છે અને એવું ન સમજવું જોઈએ કે, તે કંઈ કરી શકે તેમ નથી. તેના શબ્દોમાં કહીએ તો, 'હું એ તમામને બતાવી દઈશ કે હું શું કરી શકું છું'. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે, તે પાકિસ્તાનમાં જઈને છુપાઈ ગઈ અને આરોપ મીડિયા પર શા માટે લગાવી રહી છે? જેના પર અંજુએ જવાબ આપ્યો કે, પાકિસ્તાન કોણ નથી આવતું? શું આ દેશમાં પ્રવાસીઓ આવતા નથી? જ્યારે એ બધા આવી શકે છે તો, તે પાકિસ્તાન આવી તો કઈ મુશ્કેલી આવી ગઈ.

જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે, શું નસરુલ્લા અથવા અન્ય કોઈ તેના પર દબાણ કરી રહ્યું છે અથવા તેને કોઈ રીતે ધમકી આપવામાં આવી છે? તેના પર અંજુએ કહ્યું કે, તેના પર કોઈ દબાણ નથી અને તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવી રહી છે. નસરુલ્લા સાથે લગ્ન કરવા અંગે અંજુએ કહ્યું કે, આ તેની અંગત જિંદગી છે. તે સ્વતંત્ર છે અને જાણે છે કે તેણે શું કરવું છે ને શું નહીં. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, તેણે તેના ભારતીય પતિ અરવિંદને છોડી દીધો છે. તે તેને પોતાનો પતિ માનતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp