પોતાની ધાર્મિક ઓળખ પર શા માટે ભાર આપી રહ્યા છે અમેરિકાના હિંદુઓ, શું છે કારણ?

PC: newslaundry.com

અમેરિકામાં ભારતીય મૂળના લોકો પોતાના હિંદુ ધર્મની ઓળખને મજબૂતી સાથે જાળવી રાખવા માંગે છે. આ વર્ષે એટલે કે 2022માં સૌથી વધુ જોવા મળ્યું છે. ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં US કેપિટલમાં આયોજિત એક કાર્યક્રમમાં આયોજકો અને ઉપસ્થિત લોકોએ જય શ્રી રામના જાપ કરી એક હિંદુ ધર્મના ઉત્સવમાં બદલી દીધો. અહીં દારૂ પણ પીરસવામાં આવ્યું ન હતું. એક અલગ કાર્યક્રમમાં ન્યૂ જર્સીમાં ભારતીય અમેરિકીઓના એક અલગ ગ્રુપે એક પરેડમાં બુલડોઝર ચલાવ્યું, જે ભારતમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના પ્રતીકના રૂપમાં આજકલ ઉભર્યું છે. તેના પર મુસ્લિમો, આફ્રિકી અમેરિકીઓ અને નાગરિક અધિકારી સમૂહોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આયોજકોની તપાસ માટે અમેરિકી અધિકારીઓને કહ્યું છે, જેમા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી પણ સામેલ છે.

આ હાલ 2022માં ભારતીય પ્રવાસીઓની મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિ સાથે અન્ય દેશોમાં પણ જોવા મળ્યું. સપ્ટેમ્બરમાં યુકેમાં લીસેસ્ટરના રસ્તાઓ પર જય શ્રી રામના જાપ કરતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ માર્ચનું આયોજન કર્યું, જેને કારણે બ્રિટિશ અધિકારી અને મીડિયા ખૂબ જ ચિંતિત થઈ ગયા. બીજા દેશોમાં રહેતા કેટલાક હિંદુ-અમેરિકી દાયકાઓથી ચૂપચાપ પોતાની આસ્થા અને સાંસ્કૃતિક સાજ-સજ્જાનો પ્રચાર કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, વિશ્વ હિંદુ પરિષદ અમેરિકાની સ્થાપના 1970માં એ મહાન સાર્વભૌમિક અને શાશ્વત મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને અભ્યાસ કરવા માટે કરવામાં આવી હતી, જેને ભારતના સંતો દ્વારા શોધવા અને અભ્યાસ કરવામાં આવી હતી. પરંતુ, આ બધાથી ઉદાર હિંદુઓના મનને ઠેસ પહોંચી છે. ઉપસ્થિત લોકોમાંથી એકે નામ ના છાપવાની શરત પર કહ્યું, હું અમેરિકી કોંગ્રેસના આ કાર્યક્રમમાં હિંદુ દાવાના પ્રદર્શનથી સ્તબ્ધ હતો.

ઉપસ્થિત લોકોએ જય શ્રી રામના નારા લગાવતા સમૂહોમાં તસવીરો પડાવી. આ દરમિયાન અમેરિકી કોંગ્રેસના સભ્યો પહોંચ્યા, ભારત વિશે વાત કરી અને સહયોગીઓ સાથે ચાલ્યા ગયા. ભારત માતા કી જય ના નારા પણ લગાવવામાં આવ્યા, જે ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના અવસર પર ઉપયુક્ત હોઈ શકતા હતા. ભારતીય અમેરિકીઓના એક અન્ય ગ્રુપે 2022માં કેપિટલમાં બે કાર્યક્રમોની મેજબાની કરી, જેમાં ભારતીય અમેરિકીથી નામ બદલીને હિંદુ અમેરિકીના રૂપમાં ઓળખ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ગ્રુપ લાંબા સમયથી વકાલત કરી રહ્યું છે પરંતુ, અત્યારસુધી નિષ્ફળ રહ્યું છે. એક કાર્યક્રમની મેજબાની પ્રમુખ ભારતીય અમેરિકીઓના એક ગ્રુપે કરી, જેમણે કહ્યું કે, તેઓ ભારત સરકાર દ્વારા યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા કરવાનો ઈન્કાર કરવાથી નિરાશ હતા અને તેમણે આગળ તર્ક આપ્યો કે તેઓ ભારત સરકારની પ્રતિક્રિયાથી ઉદ્ભવેલી વિપરીત અસરને ઝેલવા નથી માંગતા.

આ ઘટનાઓ અમેરિકી રાજકારણમાં એક રાજકીય તાકાતના રૂપમાં ભારતીય અમેરિકીઓને બદલે હિંદુ અમેરિકીઓને રજૂ કરવાની ઈચ્છાથી પણ પ્રેરિત હતી, જેને અમેરિકી સાંસદોને સીધો સંદેશ આપવા માટે US કેપિટલમાં મેજબાની માટે આયોજકો દ્વારા એક કારણના રૂપમાં ઉદ્ભુત કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં ભારતીય પ્રવાસી કેટલાક સમયથી આ નામ પરિવર્તન પર ચર્ચા કરી રહ્યા છે. સમુદાયના સભ્યો વચ્ચે જે ડેમોકેટ્રિક અને રિપબ્લિકન બંને પાર્ટીઓને વોટ અને સમર્થન આપે છે. ભારતમાં જન્મેલા અપ્રવાસી પોતાના મૂળ દેશ સાથે એક મજબૂત સંબંધ અનુભવ કરતા રહ્યા, પરંતુ ભારતીય અમેરિકીઓની બીજી પેઢી પોતાના વારસાને આ રાજકીય હિસ્સા પ્રત્યે ઓછી પ્રતિબદ્ધ અનુભવે છે. તેમને લાગે છે કે, તેઓ અમેરિકી છે, પોતાના માતા-પિતા, સગા-સંબંધીઓથી વિપરીત અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા છે. ડાયસ્પોરામાં હિંદુઓ માટે હિંદુ અમેરિકન નામ વધુ મહત્ત્વ ધરાવે છે. પરંતુ, આ કોઈ એવી ચર્ચા નથી જે જલ્દી સોલ્વ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp