મારી સાથે લગ્ન કેમ કર્યા? પત્નીના દગાથી દુઃખી પતિ રોડ વચ્ચે પટકવા લાગ્યો માથુ

PC: scmp.com

દુનિયાભરમાં પતિ અને પત્ની વચ્ચે બેવફાઇની ઘણી ઘટના સામે આવતી રહે છે. ઘણી જગ્યાઓ પર બેવફાઈથી ગુસ્સે ભરાયેલા પાર્ટનર હત્યા કરવા પર પણ ઉતરી આવે છે, પરંતુ હાલમાં સામે આવેલી એક ઘટના થોડી અજીબ છે. ચીનના વુહાન શહેરના રોડ પર એક કપલ વચ્ચે જે પ્રકારે ઝઘડો થયો, એ જોઈને લોકો હેરાન રહી ગયા. આ ઘટનાનો વીડિયો બનાવીને કોઈએ સોશિયલ મીડિયા પર નાખી દીધો. વાયરલ વીડિયોમાં પતિ રડતો રડતો બેવફાઈનો આરોપ લગાવે છે.

તે બૂમો પાડતો કહી રહ્યો છે કે, તે અમારા પરિવારને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધો છે અને તને અમારી જરાય ચિંતા નથી. તને આપણાં બાળકની ચિંતા નથી, ન મારી ચિંતા છે. તું દરેક સમયે માત્ર પોતાની ડેટ બાબતે જ વિચારતી રહે છે. તે મારી સાથે લગ્ન શા માટે કર્યા? પત્ની શાંત થઈને બધુ સાંભળી રહી હતી. પછી ધીરેથી તે કંઈક કહે છે. મહિલાની વાત સાંભળ્યા બાદ વ્યક્તિ પૂરી રીતે કંટ્રોલ ગુમાવી દે છે અને પોતાના માથાને વારંવાર દીવાલ પર મારવાનું શરૂ કરી કરી દે છે અને તે પોતાના પગો પર જોર જોરથી મારવાનું શરૂ કરી દે છે.

પછી તે કહે છે કે હું જલદી જ મરી જઈશ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાયડુ પર ઘણા લોકોએ એ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. લોકોએ કહ્યું કે, તે કેટલો સારો છે કે એટલા ગુસ્સામાં પણ તેણે માત્ર પોતાને જ નુકસાન પહોંચાડ્યું. એક અન્ય યુઝરે લખ્યું કે, મહિલા પૂરી રીતે ઉદાસીન દેખાઈ રહી છે. સ્પષ્ટ રૂપે તેના મનમાં તેના પ્રત્યે કોઈ પ્રેમ નથી. ત્રીજા એક યુઝરે લખ્યું કે, બસ તેને જવા દે ભાઈ, થોડા સમયનો દર્દ હંમેશાંના દર્દથી સારો છે, હવે એક બીજા પર અત્યાચાર ન કરો.

વીડિયો પર અન્ય મંતવ્ય રાખનારા એક વ્યક્તિએ કહ્યું કે, મને અત્યારે આપણ લાગે છે કે પછી જે પણ હોય, પરંતુ રોડ પર આ પ્રકારનો વ્યવહાર કરવો શરમજનક છે. એક યુઝરે લખ્યું કે, જો તમે જાણો છો કે તેનું કોઈ અફેર છે અને તેને તમારી કે તમારા બાળકોની કોઈ ચિંતા નથી તો શું તમને લાગે છે કે તમારે લગ્ન ચાલુ રાખવા જોઈએ? મને લાગે છે કે તમારે તેના પર વિચાર કરવો જોઈએ કે તમારી પત્ની એવી કેમ થઈ ગઈ છે? ઉલ્લેખનીય છે કે ગયા મહિને શંઘાઇમાં એક અન્ય વ્યક્તિએ પોતાની પત્ની સાથે પૈસા બાબતે બહેસ કરતા એક કપ તોડી દીધો અને પછી ઘરેલુ વિવાદ સારો કરવા માટે પોલીસ અધિકારીના ચહેરા પર થપ્પડ મારી દીધી હતી. તેને 10 મહિનાની જેલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp