26th January selfie contest

મંગોલિયાના લોકો ઘોડીનું દૂધ કેમ પીવે છે? ગાયનું દૂધ નથી કરતા પસંદ, જાણો કારણ

PC: mongolianstore.com

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેને પીવા કે તેનાથી બનેલી વસ્તુ ખાવાથી શરીરને બધા જરૂરી તત્વ મળી જાય છે. ભારતમાં મોટા ભાગના લોકો ગાય કે ભેંસનું દૂધ માગે છે. તો કેટલાક વિસ્તારોમાં બકરી અને ઊંટના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ઘોડીનું દૂધ પીધું છે? કદાચ ક્યારેય નહીં, પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં ગાયના દૂધને જરાય પસંદ કરવામાં આવતું નથી. અહીંના લોકો ઘોડીનું દૂધ ખૂબ સારી રીતે પી છે. અમે આ આર્ટિકલમાં વાત કરી રહ્યા છે રેસોના ઘોડા માટે દુનિયાભરમાં જાણીતા દેશ મંગોલિયાની.

અહીં ઘોડીને સવારી સાથે-સાથે દૂધ માટે પણ પાળવામાં આવે છે. મંગોલિયા જ નહીં, મધ્ય એશિયામાં ઘણી જગ્યાઓ પર ઘોડીનું દૂધ પીવામાં આવે છે. અહીંયા લોકોનું માનવું છે કે ઘોડીનું દૂધ પીવાથી શરીર તાત્કાલિક સમયમાં ઊર્જાવાન રહે છે. જ્યાં આખી દુનિયાના લોકો એક જ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. તો મંગોલિયન લોકોને ખાન-પાનવાળું જીવન પસંદ છે. અહીંના લોકો પાક કે ગોચર માટે જમીનનો ઉપયોગ કરવાની જગ્યાએ પશુઓને લઇને પ્રાકૃતિક ઘાસના મેદાનો તરફ જતા રહે છે.

આ જમીનો ખેતી માટે ઉપયોગી નથી. જાપાનના ટોક્યોમાં મીજી યુનિવર્સિટીના જળવાયુ વૈજ્ઞાનિક મોરીનાગા મુજબ, મંગોલિયાના મોટા ભાગના લોકો જમીનોના મલિક નથી. આ કારણે તેમને પર્યાવરણને લઇને જોરદાર સમજ ઉત્પન્ન થઇ ગઇ છે. તેઓ કહે છે કે, જીવન જીવવાના પારંપરિક અને વૈકલ્પિક રીતોના ડોક્યૂમેન્ટેશનથી સારા અને ટકાવ ભવિષ્યના પુરાવા મળે છે કે ઓછા ઈંધણ સાથે માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસથી નીચેના વાતાવરણમાં પણ રહી શકે છે.

આખી દુનિયામાં 70 ટકાથી વધારે ડેરી ઉત્પાદન ગાયના દૂધથી બનાવવામાં આવે છે. જો કે, ગાય પાચન પ્રક્રિયાઓ દ્વારા ખૂબ ગ્રીનહાઉસ ઉત્સર્જન કરે છે. તો મધ્ય મંગોલિયા મોટી માત્રામાં ઘોડીના દૂધનું ઉપયોગ કરે છે. મોરીનાગા કહે છે કે, મંગોલિયન ઘોડાઓનું પર્યાવરણીય પ્રભાવ અને તેમને પાળવાની સ્વદેશી રીત ગાયોની તુલનામાં ખૂબ ઓછી છે. મોરીનાગાએ મંગોલિયાના પારંપરિક પે ‘એરરગ’ના ઉત્પાદન પર પોતાનું સંશોધનકાર્ય કર્યું. મંગોલિયાના લોકો ઘોડીના દૂધથી બનેલું સામાન્ય સુરૂર ઉત્પન્ન કરનારા ફર્મેટેડ ડ્રિંક ‘એરરગ’ ગરમીઓમાં ખૂબ પીવામાં આવે છે.

આ ઉત્પાદન સૌથી વધુ એ દિવસોમાં પીવામાં આવે છે જ્યારે ઘોડી સ્તનપાન કરે છે. તે બતાવે છે કે પરંપરાગત રૂપે મંગોલિયન ભરવાડ ગરમીઓમાં વધારેમાં વધારે ડેરી પ્રોડક્ટ અને શિયાળામાં માંસથી બનેલા ઉત્પાદનોનું સેવન કરે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના આહારમાં પણ બદલાવ આવી રહ્. છે. તેને ઘોડીના દૂધ પર શોધ કરવાથી ખબર પડી કે તેમાં પ્રોટીન એલ્બૂમીનની માત્ર વધારે હોય છે.

તે બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં, ઘોડીના દૂધમાં રોગાણુઓ સામે લડવાની ક્ષમતા પણ ખૂબ હોય છે. હાલમાં મોરીનાગાની ટીમ એરરગના પ્રોબાયોટિક ગુણોની તપાસ કરી રહી છે. તેઓ કહે છે કે હું એ જોઇને ખૂબ પ્રભાવિત થઇ કે ઘોડી અને વાછરડાના 25 જોડામાંથી 5 ટન એરરગ બનાવી લે છે. આ પ્રક્રિયામાં તેઓ એવા ઉપકરણોનો ઉપયોગ કરે છે, જેનો પર્યાવરણ પર ખૂબ ઓછો પ્રભાવ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp