પત્નીને હતી શંકા, પતિનો પીછો કરતા પહોંચી મસાજ પાર્લર, પછી થયું કંઈક આવું
તમે પતિ-પત્ની અને વોના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે અને તેમા માર હંમેશાં વો એટલે કે પતિની ગર્લફ્રેન્ડ જ ખાય છે. આવુ માત્ર આપણા દેશમાં જ થાય છે એવુ નથી. હાલમાં જ ફુકેટથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમા પતિ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવતી મસાજ પાર્લરની મહિલાને પત્નીએ ખૂબ જ માર માર્યો હતો. એક મહિલાને પોતાના પતિ પર શંકા થઈ ગઈ કે તે તેની સાથે બેવફાઈ કરી રહ્યો છે. એવામાં પત્નીએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું. એક દિવસ તે પતિનો પીછો કરતા મસાજ પાર્લર સુધી પહોંચી ગઈ. અહીં તેણે પતિને બીજી મહિલા સાથે રંગે હાથ પકડી લીધો. ત્યારબાદ પત્નીએ જાહેરમાં તે મહિલાને માર માર્યો. ઘટના થાઈલેન્ડના ફુકેટની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, થાઈ મહિલાને શંકા થઈ કે તેના પતિનું અફેર ચાલી રહ્યું છે. જ્યારે તેણે પતિનું પર્સ ચેક કર્યું તો તેની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. પર્સમાં મસાજ પાર્લરની રસીદ સાથે પતિની એક તસવીર હતી. આ તસવીરમાં તે બીજી મહિલા સાથે ઊભો હતો.
તેને લઈને મહિલાએ એક સ્થાનિક ન્યૂઝ આઉટલેટને જણાવ્યું- મને પોતાના પતિની બેવફાઈના પુરાવા તેના પર્સમાં મળ્યા. એવામાં હું એ જાણવા માટે ઉત્સુક હતી કે આખરે તે ક્યાં જાય છે. તપાસ બાદ જાણવા મળ્યું કે તે મસાજ પાર્લરમાં બીજી મહિલા સાથે ફિઝિકલ રીલેશન બનાવવા જાય છે. આ જાણીને હું ડરી ગઈ કારણ કે, તે યૌન સંચારિત રોગ ઘરે લાવી શકે છે.
Wife attacks Thai sex worker she found having sex with her husband https://t.co/23eJIInCw1 pic.twitter.com/3mTlKiyIw7
— New York Post (@nypost) January 28, 2023
જ્યારે પત્ની ગૂપચૂપરીતે મસાજ પાર્લર પહોંચી તો ત્યાંનો નજારો જોઈ દંગ રહી ગઈ. તેણે પોતાના પતિને બીજી મહિલા સાથે ઈન્ટીમેટ થતા જોઈ લીધો. આ જોતા જ તે ભડકી ઉઠી અને તે મહિલા પર તૂટી પડી. તેણે તે બીજી મહિલાને લાતો-મુક્કા વડે માર માર્યો અને વાળ ખેંચતા મહિલાને જમીન પર પાડી દીધી. દરમિયાન કોઈકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો, જે સોશિયલ મીડિય પર વાયરલ થઈ ગયો. ત્યારબાદ 25 જાન્યુઆરીએ થયેલી આ ઘટનાને લઈને પત્ની વિરુદ્ધ એક્શનની માંગ ઉઠી રહી છે. લોકો પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. જોકે, પોલીસનું કહેવુ છે કે અમને ફરિયાદ નથી મળી પરંતુ, જો કોઈ ફરિયાદ કરશે તો તેની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp