પાકિસ્તાને Wikipedia પર લગાવ્યો બેન, જાણો કારણ

PC: twitter.com

પોપ્યુલર ફ્રી ઈનસાઈક્લોપીડિયા Wikipediaને પાકિસ્તાનમાં બેન કરી દીધુ છે. પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ આ પગલું લીધુ છે. PTAના સ્પોકપર્સને તેની જાણકારી આપી છે. PTAએ 1 ફેબ્રુઆરીએ પ્રેસ રીલિઝ જાહેર કરીને Wikipedia પરથી કેટલાક વિવાદિત કન્ટેન્ટ્સને રિમૂવ કરવા માટે કહ્યું હતું. Wikipediaએ આ કન્ટેન્ટને રિમૂવ નથી કર્યું, ત્યારબાદ પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટીએ આ પગલું ઉઠાવ્યું છે. PTA સ્પોકપર્સને જણાવ્યું કે, Wikipediaને 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ, વેબસાઈટે આદેશોનું પાલન નથી કર્યું. Wikipedia એક ફ્રી, ક્રાઉન્ડસોર્સ ઓનલાઈન ઈનસાઈક્લોપીડિયા છે. તમને આ પ્લેટફોર્મ પર તમામ જાણકારીઓ મળી જશે. PTAએ બુધવારે પાકિસ્તાનમાં Wikipediaની સર્વિસ ડિગ્રેડ કરી દીધી હતી.

પાકિસ્તાની ઓથોરિટીનું કહેવુ છે કે, વેબસાઈટે તેમની રિક્વેસ્ટનો જવાબ નથી આપ્યો, તેમજ પોતાના પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટને રિમૂવ પણ કર્યું નથી. ઓથોરિટીએ કહ્યું છે કે, આ બેન શરૂઆતમાં નિયમોનું પાલન ના કરવાને કારણે લગાવ્યો છે. જો Wikipedia પોતાના પ્લેટફોર્મથી ઈશનિંદા સાથે સંકળાયેલા કન્ટેન્ટને રિમૂવ કરી લે છે, તો ઓથોરિટી બેનના નિર્ણયને રિવ્યૂ કરશે. પાકિસ્તાનમાં યુઝર Wikipediaનો એક્સેસ નથી કરી શકતા. આ મામલામાં Wikimedia ફાઉન્ડેશને કહ્યું હતું કે, Wikipedia પર કયુ કન્ટેન્ટ છે અને કન્ટેન્ટ કઈ રીતે મેન્ટેન થાય છે, તેઓ તેના પર કામ નથી કરતા.

Wikipedia ફાઉન્ડેશને ટ્વીટ કરીને આ મામલાની જાણકારી આપી છે. ફાઉન્ડેશને લખ્યું, પાકિસ્તાનમાં Wikipediaને બેન કરી દેવામાં આવ્યું છે. અમને 1 ફેબ્રુઆરીએ PTA તરફથી નોટિફિકેશન મળ્યું હતું, જેમા 48 કલાકમાં કન્ટેન્ટ રિમૂવ કરવા માટે કહેવામાં આવ્યું હતું. 3 ફેબ્રુઆરીએ અમને જણાયું કે, વેબસાઈટને બેન કરી દેવામાં આવી છે. અમે માનીએ છીએ કે, જ્ઞાન પર તમામ માણસોનો અધિકાર છે. પાકિસ્તાનમાં Wikipediaના બેન થવાનો મતલબ છે કે દુનિયાની 5મી સૌથી મોટી પોપ્યુલેશનને ફ્રી ઈનસાઈક્લોપીડિયા જોવાથી અટકાવવા. અમને આશા છે કે, પાકિસ્તાનની સરકાર અમારી સાથે આવશે અને પાકિસ્તાનમાં Wikipediaને રિસ્ટોર કરશે.

આ કોઈ પહેલો અવસર નથી જ્યારે પ્લેટફોર્મ પર કોઈ વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાને પોપ્યુલર વીડિયો પ્લેટફોર્મ TikTokને બેવાર બેન કરી છે. આ પ્લેટફોર્મને પણ પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટીએ કન્ટેન્ટના કારણે બેન કરી દીધી હતી. TikTok પહેલા પાકિસ્તાનમાં YouTubeને પણ બેન કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં પાકિસ્તાને YouTube પરથી બેન હટાવ્યો છે.

Wikipedia એક મલ્ટીલેંગ્વેજ ઓનલાઈન અને ફ્રી ઈનસાઈક્લોપીડિયા છે. તેની શરૂઆત 2001માં થઈ હતી. તે એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. તેના પર યુઝર્સ કોઈ કન્ટેન્ટને એડિટ પણ કરી શકે છે. તે દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતું મોટું ઈન્ફોર્મેશન સોર્સ છે. જોકે, Wikipedia પર પહેલા પણ ઘણીવાર સવાલ ઉઠી ચુક્યા છે. કારણ કે, આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટને યુઝર્સ એડિટ કરી શકે છે. તે દુનિયાની 10 સૌથી વિઝિટવાળી વેબસાઈટ્સમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp