જાપાનનો વીડિયો શેર કરી આનંદ મહિન્દ્રાએ આવી દુનિયામાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી

PC: s.yimg.com

અચાનક ભારે વરસાદ શરૂ થઇ જાય તો તેનાથી બચવાની જરૂરત સૌ કોઈને પડે છે. પછી કોઇ કામને લઇ ઘરેથી નીકળેલા લોકો હોય કે પછી રસ્તા પર ચાલતા અન્ય જીવ કે પ્રાણીઓ. જ્યાં સૂકી જગ્યા અને પાણીથી બચવાનો આશરો મળે છે, તે જગ્યાએ ઊભા રહે છે. જોકે અમુક લોકોને લાગે છે કે વરસાદથી બચવા માટે જ્યાં તેઓ આશરો લે છે જ્યાં કોઈ પ્રાણી ન હોવું જોઇએ. જાપાનનો એક વીડિયો આ મામલામાં વિચાર બદલનારો છે.

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઇ તમે પણ ખુશ થઇ જશો. આનંદ મહિન્દ્રાએ જાપાનનો આ વીડિયો શેર કર્યો છે. જ્યાં જાપાનના રસ્તાઓ ભીના છે અને જોરમાં વરસાદ પડી રહ્યો છે. જેનાથી બચવા લોકો એક શેડની નીચે ઊભા છે. આ સામાન્ય વાત છે. પણ જો આ શેડમાં લોકોની સાથે સાથે હરણ પણ ઊભા હોય તો? તે પણ એક કે બે નહીં બલ્કે આખું ઝુંડ. જાપાનના નારા પ્રાંતના વાઇલ્ડ સીકા હરણ વરસાદથી બચવા લોકોની સાથે આ શેડમાં બેઠા હતા. વીડિયોમાં તમે જોઇ શકો છો.

જેને શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું, વરસાદના સમયે હરણોનું આ ઝુંડ લોકોની સાથે શેડની નીચે પનાહ લેતું જોવા મળ્યું. આ વીડિયોને હંમેશા હું પોતાની પાસે સ્ટોર કરીને રાખીશ. જેથી પોતાને યાદ અપાવી શકું કે દુનિયા કેવી હોવી જોઇએ.

આ વીડિયોને જોઇ એક ટ્વીટર યૂઝરે લખ્યું કે, આ ખૂબ જ સુંદર નજારો છે. આવો વીડિયો શેર કરવા બદલ આભાર. દુનિયામાં લોકો પરસ્પર એક સાથે નથી રહી શકતા પણ અહીં તો નજારો જ અલગ છે. આવી દુનિયામાં રહેવું છે.

આ વીડિયોને 9 લાખથી વધુ વાર જોવાયો છે. લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આનંદ મહિન્દ્રાને કહી રહ્યા છે કે તેમની પાસે આટલા સરસ વીડિયો ક્યાંથી આવે છે. તેઓ દુનિયામાં સારો ફેરફાર લાવી શકે છે. તો એક યૂઝરે લખ્યું કે થોડા વર્ષ પહેલા તે જાપાન ગયો હતો તો તેણે આવો જ નજારો જોયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp