139 કિલોની મહિલા, સર્જરી પાછળ 3 લાખ ખર્ચી 50 કિલો વજન કર્યું ઓછું પણ...

PC: dailymail.co.uk

એક મહિલા પોતાના વધતા વજનથી ચિંતિત હતી. તે 139 કિલોની થઈ ચુકી હતી. એવામાં તેણે સર્જરી દ્વારા વજન ઓછું કરવાનો નિર્ણય લીધો. જોકે, સર્જરી બાદ તેનું વજન તો 50 કિલો કરતા વધુ ઓછું થઈ ગયુ પરંતુ, મહિલા એક અન્ય સમસ્યાથી ગ્રસ્ત થઈ ગઈ. મિરર યુકે અનુસાર, 27 વર્ષીય આ મહિલાનું નામ તિસ્જાના વુડવર્ડ છે. તિસ્જાના બ્રિટનના લંડનમાં રહે છે. તેણે જણાવ્યું કે, 139 કિલોની હોવાના કારણે તેણે ઘણા પ્રકારની સમસ્યાઓ ઝેલવી પડી રહી હતી. મેન્ટલ હેલ્થ પર પણ અસર પડી રહી હતી. આથી, ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

તેના માટે તિસ્જાનાએ લંડનથી તુર્કી જવાનો નિર્ણય કર્યો. તેણે ગૈસ્ટ્રિક સ્લીવ સર્જરી પર સાડા ત્રણ લાખ રૂપિયા કરતા વધુ ખર્ચો કર્યો. આ સર્જરી દરમિયાન વ્યક્તિના ડાઇજેસ્ટિવ સિસ્ટમમાં કેટલાક બદલાવ કરવામાં આવે છે, જેની મદદથી વજન ઓછું થાય છે. આ સર્જરી એ સ્થિતિમાં કરવામાં આવે છે જ્યારે વ્યક્તિનું વજન, ડાયટ અથવા એક્સરસાઇઝ દ્વારા ઓછું ના થઈ રહ્યું હોય. અથવા તો મેદસ્વિતાના કારણે તેણે કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય.

તિસ્જાનાએ જણાવ્યું કે, સર્જરીમાં તેના પેટની સાઇઝને ઓછી કરી દેવામાં આવી. તેના કારણે વજન તો 139થી ઘટીને 88 કિલો રહી ગયું. પરંતુ, વધુ ખાવાની સમસ્યા થઈ ગઈ. આ સર્જરી બાદ ઓછું ખાવા છતા વ્યક્તિને પેટ ભરાયેલું લાગે છે. પરંતુ, તેનાથી ઉલટ તિસ્જાનાને વધુ ભૂખ લાગવા માંડી.

તે Binge Eating Disorder થી ગ્રસિત થઈ ગઈ. આ ડિસઓર્ડરથી ગ્રસિત લોકો સામાન્ય કરતા વધુ ભોજન કરે છે. તેઓ પોતાની ભૂખ પર કંટ્રોલ નથી કરી શકતા. ખાવાની આ સમસ્યાના કારણે સર્જરી બાદ પણ તિસ્જાનાના વજનમાં ઉતાર-ચઢાવ થવા માંડ્યો. તે સ્નેક્સ, ચિપ્સ વગેરે ખાવા માંડી. તેણે પોતાની આ સમસ્યાને ટ્રાન્સફર એડિક્શન નામ આપ્યું છે.

જોકે, તિસ્જાનાને પોતાની સર્જરીને લઇને કોઈ પસ્તાવો નથી. તે કહે છે કે, મારી મુશ્કેલીઓથી અન્ય લોકોને અવગત કરવા જોઈએ અને આગળ માટે સાવધાન થવુ જોઈએ. દરેક સર્જરીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે. સર્જરી બાદ તિસ્જાનાને 6 અઠવાડિયાનો ડાયટ પ્લાન આપવામાં આવ્યો, છતા તેણે વધુ ખાવાનો પ્રયત્ન કર્યો અને બીમાર થઈ ગઈ. તિસ્જાનાએ લોકોને આવુ ના કરવાની અપીલ કરી છે. તિસ્જાના કહે છે કે, હું સર્જરીના કારણે પહેલાની સરખામણીમાં વધુ ખુશ છું પરંતુ, 100 ટકા નહીં. સર્જરી સારી છે પરંતુ, તે બધી સમસ્યા દૂર નથી કરતી. હું પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમથી પણ ગ્રસિત છું, તેના કારણે પણ વજન ઓછું કરવુ મુશ્કેલ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp