26th January selfie contest

બેડરૂમમાં પ્રવેશતા જ મહિલાના ઊડ્યા હોશ, બેડ પર હતો 6 ફૂટ લાંબો સાપ

PC: facebook.com/zacheryssnakeandreptilerelocation

બેડરૂમમાં દાખલ થતા જ એક મહિલાના હોશ ઊડી ગયા. તેણે પોતાના બેડ પર એક ઝેરી સાપ જોયો. તે સાપ લગભગ 6 ફૂટ લાંબો હતો. મહિલા બેડ પર ચાદર બદલવા જઈ રહી હતી. ત્યારે જ તેને સાપ નજરે પડ્યો. ત્યારબાદ તેણે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને ફોન કર્યો. આ ઘટના છે ઓસ્ટ્રેલિયાની. CBS ન્યૂઝના રિપોર્ટ મુજબ, સોમવારે ક્વીન્સલેન્ડમાં એક મહિલા પોતાના બેડ પર 6 ફૂટ લાંબો ઈસ્ટર્ન બ્રાઉન સાપને જોઈને ડરી ગઈ હતી. તે ચાદર બદલવા માટે રૂમમાં ગઈ હતી, પરંતુ ત્યાં સાપ ઉપસ્થિત હતો.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બેડ પર ખૂબ જ ઝેરી સાપ જોઈને મહિલા ભાગીને દૂર જતી રહી. તેણે જલદી જ બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી રેસ્ક્યૂ ટીમને બોલાવી. ઘટનાસ્થળ પર પહોંચેલા જેચેરીઝ સ્નેક એન્ડ રેપ્ટાઈલ રિલોકેશનના મલિક રિચર્ડ્સે જણાવ્યું કે, જ્યારે હું ઘટનાસ્થળ પર પહોંચ્યો તો જોયું કે મહિલા મારી રાહ જોઈ રહી હતી. હું અંદર બેડરૂમમાં ગયો, જ્યાં સાપ હતો. તે બેડ પર પડ્યો હતો. રિચર્ડ્સે ઈસ્ટર્ન બ્રાઉન સાપની તસવીરો પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે.

તેણે કેપ્શનમાં લખ્યું કે, આજે રાત્રે પોતાના બેડને ધ્યાનથી જુઓ. હાલમાં સાપને સુરક્ષિત બીજી જગ્યાએ સ્થળાંતરીત કરી દીધો છે. રિચર્ડ્સનું માનવું છે કે ગરમીથી બચવા માટે સાપ ખુલ્લા દરવાજાથી આવી ગયો હશે. જો તમે એવા સાપને જુઓ છો તો તેને એકલો છોડી દો. ત્યાંથી હટી જાઓ અને રેસ્ક્યૂ ટીમને બોલાવો. ઉલ્લેખનીય છે કે ઈસ્ટર્ન બ્રાઉન સાપ ઓસ્ટ્રેલિયનો સૌથી ઝેરી લેન્ડ સ્નેક છે. તે ખૂબ એક્ટિવ હોય છે. તેના ઝેરમાં ન્યૂરોટોક્સિન હોય છે. એ જ્યારે કોઈને ડંખ મારે છે તો પીડિતનું હૃદર, ફેફસા અને ડાયાફ્રામમાં નસોને સુન્ન કરી દે છે. જેથી તેને બેચેની અનુભવાય છે. આખરે તેનું મોત પણ થઈ શકે છે.

ઈસ્ટર્ન બ્રાઉન સ્નેકનું ઝેર એટલું ઝેરી હોય છે કે તેના ઝેરનો 14,000મો હિસ્સો પણ કોઈ વ્યક્તિનો જીવ લઈ શકે છે. આ સાપ ઓસ્ટ્રેલિયાના ભીડવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ સાપનું નાનકડું બચ્ચું પણ માણસનો જીવ લઈ શકે છે. આખી દુનિયામાં કુલ 2500 કરતા વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી 500 કરતા વધુ ઝેરી સાપોની પ્રજાતિઓ જોવા મળે છે. કેટલાક સાપોનું ઝેર એટલું ખતરનાક હોય છે કે માણસ થોડી જ મિનિટોમાં મોતને ભેંટી શકે છે. તો કેટલાક સાપ એટલા ઝેરી હોતા નથી છતા તેના ડંખ દેવા પર ડરથી હાર્ટ એટેકથી જ લોકોને મોત થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp