પતિને ઝેરી બિસ્કિટ ખવડાવીને મહિલાએ આપ્યું દર્દનાક મોત, લોકો માને છે નિર્દોષ,કેમ?

PC: dailymail.co.uk

એક મહિલાએ તેના પતિની ઘાતકી હત્યા કરી. પરંતુ વિચિત્ર વાત એ છે કે, તેની આસપાસ રહેતા લોકો મહિલાને ગુનેગાર નહીં પરંતુ 'હીરો' કહી રહ્યા છે. ત્રણ બાળકોની માતા રેબેકા પેનેને મિલ્દુરા સુપ્રીમ કોર્ટમાં 12 જજોની બેન્ચ દ્વારા હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી છે. જો કે તેને હજુ સજા સંભળાવવાની બાકી છે.

આ મામલો ઓસ્ટ્રેલિયાના એક નાના શહેરનો છે, જ્યાં 43 વર્ષીય રેબેકાએ તેના 68 વર્ષના પતિ નોઈલને ઝેરી બિસ્કિટ ખવડાવીને મારી નાખ્યા હતા. આ સાથે તેણે તેના મૃતદેહને ધાબળામાં લપેટીને ઘરની બહાર રાખેલા ફ્રીઝરમાં મૂકી દીધો હતો. હવે કોર્ટ રેબેકાને આકરામાં આકરી સજા આપી શકે એમ છે, પરંતુ તેની આસપાસ રહેતા લોકોનું માનવું છે કે તે નિર્દોષ છે.

જે લોકો રેબેકાને ઓળખે છે તેઓ કહે છે કે, તે તેના લગ્નજીવનમાં આટલા વર્ષોથી સજા જ ભોગવી રહી હતી અને હવે તેને વધુ સજા કરવાની જરૂર નથી. રેબેકાના પુત્ર જેમીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, મારી માતા તેના 14 વર્ષના લગ્નજીવનમાં એક જાનવર જેવા માણસ સાથે રહેતી હતી. હવે અમને બાળકોને તેમની ખુબ જરૂર છે.

સુનાવણી દરમિયાન રેબેકાએ કહ્યું, તેનો પતિ નોઇલ તેને બળજબરીથી નાના શહેરમાં રહેવા લાવ્યો હતો જેથી તે તેના પરિવાર અને મિત્રોથી દૂર થઇ જાય. રેબેકાએ જણાવ્યું કે, લગ્ન પછી તેને માનસિક અને શારીરિક રીતે ઘણી વધારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. તેણે જણાવ્યું કે તેનો પતિ નોઇલ જ્યારે ઇચ્છતો ત્યારે તેની સાથે બળાત્કાર કરતો હતો.

રેબેકાએ જણાવ્યું કે, તેના પતિએ તેના શરીરના અંગત ભાગમાં બળજબરીથી તેના નામના 18 ટેટૂ બનાવડાવ્યા હતા, જેથી કરીને અન્ય કોઈ તેના પ્રેમમાં ન પડી શકે. આ સાથે તેણે રેબેકાને સ્ટોરની નોકરીમાંથી પણ કઢાવી મુકી હતી. આવું એટલા માટે થયું કારણ કે, તે રેબેકા સાથે બેસીને દુકાનમાં આવતા જતાં ગ્રાહકો સાથે ગેરવર્તન કરતો હતો.

જ્યારે, રેબેકાના પડોશીઓએ કહ્યું કે, નોઇલની હત્યા કરીને, રેબેકાએ તેના સમગ્ર પરિવારનો જીવ બચાવ્યો. તે રાત્રે સૂઈ જાય, તો તેને ખબર ન હતી કે, તે બીજા દિવસે સવારે જીવિત હશે કે નહીં. અન્ય એક પાડોશીએ કહ્યું કે જો રેબેકાએ તેને ન માર્યો હોત તો, તેણે રેબેકા અને તેના બે પુત્રોને મારી નાખ્યા હોત તેમાં કોઈ શંકા નથી.

રેબેકાના મિત્ર જોને કહ્યું કે, આ યોગ્ય નથી, રેબેકા જ પીડિતા છે. તેને સજા ન થવી જોઈએ. અહીં તમને બતાવી દઈએ કે, રેબેકાને હજુ આ કેસમાં સજા સંભળાવવાની બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp