એક જ બાળકને બે વખત જન્મ આપશે આ મહિલા, જણાવ્યું કારણ
બાળકને જન્મ આપવો ઘણી મહિલાઓ માટે ઘણો ટ્રોમેટિક સાબિત થઈ શકે છે. એક જ બાળકને બીજી વખત જન્મ આપવો ઘણું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ કેવી હાલતમાં કોઈ મહિલાએ પોતાના બાળકને બીજી વખત જન્મ આપવો પડી શકે છે. પહેલી વખત સાંભતા જ વિચારમાં પડી શકો કે, એક જ બાળકને બીજી વખત કંઈ રીતે કોઈ જન્મ આપી શકે, પરંતુ આ ખરેખરમાં ઘટના ઘટી છે, જેમાં એક મહિલાએ તેના બાળકને એક નહીં પરંતુ બે વખત જન્મ આપ્યો છે. તેની પાછળ પણ કોઈ મોટું કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.,
જેડેન એશ્લે નામની એક ટિકટોક યુઝરે વીડિયો દ્વારા પોતાના બાળકની કન્ડીશન અંગે જણાવ્યું છે. તેની આ ક્લિપને 20 લાખથી વધુ જોવામાં આવી ચૂકી છે. જોડેન કહે છે કે- બાળકને જન્મ આપવા માટે તેને ફરીથી તેની પેટમાં ફરીથી રાખવામાં આવ્યો છે અને 11 અઠવાડિયા પછી તે ફરીથી જન્મ લેશે. તેણે કહ્યું કે, અમારું બાળક જ્યારે 19 અઠવાડિયાનું હતું તે સમયે તે સ્પાઈના બિફિડા નામની બીમારીથી ગ્રસિત મળી આવ્યું હતું. પહેલા તો અમને કહેવામાં આવ્યું હતું કે બાળકના બચવાના કોઈ ચાન્સ નથી, તે જન્મશે તો મરેલું હશે.
જ્યારે ડૉક્ટરો દ્વારા અમને આ અંગે વધુ વાત જણાવવામાં આવી. પછી અમને અમેરિકાના ઓરલોડોના ડૉક્ટર્સની ટીમ અંગે ખબર પડી. તે લોકો ઓપન-ફોએટલ સર્જરીમાં સ્પેશિયલાઈઝ્ડ છે, જે મારી ન્યૂરલ-ટ્યૂબની ખામીને સારી કરી શકતા હતા. જેના પછી જેડેને પોતાની સારવાર અંગે વાત કરતા કહ્યું હતું કે, તે લોકો મારી સી-સેક્શન સર્જરી કરી. મારી કમરના ડિફેક્ટને રિપેર કરી. પછી તેને બંધ કરી દીધું.
ત્યારબાદ પછી હું ફરીથી પ્રેગનન્ટ રહી. ઘણી સમસ્યાઓ આવી, પરંતુ તે લોકો મારી ઘણી નજીકથી દેખરેખ કરી રહ્યા હતા. આ પહેલા પણ આવો એક કેસ સામે આવ્યો હતો. જ્યાં એક બાળકે બે વખત જન્મ લેવો પડ્યો હતો. તે સમયે સર્જને ઓપરેશન પછી બાળકને ફરીથી માના ગર્ભમાં 2 અઠવાડિયા માટે નાખી દીધો હતો. પછી તે બાળકનો જન્મ થયો અને જીવિત છે. આ કેસ અમેરિકાના મિઝોરીની રહેનારી જોની રેનકેમેયરનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp