ડેટ પર જવા માટે આટલા રૂપિયા ચાર્જ કરે છે આ છોકરી, લાખોમાં કમાણી

PC: aajtak.in

આજના સમયમાં કોઈ સંબંધમાં બંધાવા પહેલા છોકરો અને છોકરી એક-બીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. સૌથી પહેલા બંને એક-બીજા સાથે સમય વિતાવીને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે તે તેના માટે પરફેક્ટ છે કે નહીં.. પછી રિલેશનશિપમાં આવવાનું હોય કે લગ્ન કરવાનો નિર્ણય હોય, પહેલા છોકરો અને છોકરી ડેટ પર જાય છે અને એક-બીજાને સમજે છે એટલે પછી છોકરો હોય કે છોકરી પોતાનાઆ ડેટ માટે ખૂબ એક્સાઈટેડ રહે છે. જ્યાં કેટલાક લોકોની પહેલી ડેટ પર વાત બની જાય છે તો કેટલાકને નિરાશા હાથ લાગે છે, પરંતુ એક છોકરી છોકરાઓ સાથે ડેટ પર જવા માટે પૈસા ચાર્જ કરે છે.

એક છોકરીએ દાવો કર્યો છે કે તે ડેટિંગ પર જઈ જઈને લાખો રૂપિયા કમાઈ ચૂકી છે. ડેટિંગ પર તેને પૈસા સિવાય ગિફ્ટ પણ મળી છે. છોકરીએ કહ્યું કે, ડેટિંગ પર જવા માટે 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. છોકરીએ એક વીડિયોમાં પોતાની આપવીતી શેર કરી છે. 24 વર્ષની લેક્સી અમેરિકાના લોસ એન્જેલિસમાં રહે છે. તેણે કહ્યું ,કે તે ઘણી વેબસાઇટ પણ કરે છે. એ સિવાય તે હોલિવૂડમાં પાર્ટટાઈમ એક્ટિંગ પણ કરે છે. લેક્સી કહે છે કે તે પહેલા ન્યૂજર્સીમાં રહેતી હતી. લેક્સીએ Truly વીડિયોમાં પોતાની રિલેશનશિપ અને ડેટિંગ જોબને લઈને ઘણી વાતો કરી છે.

તેણે કહ્યું કે, તે ડેટિંગ પર છોકરાઓની અજીબોગરીબ ડિમાન્ડ પણ પૂરી કરે છે. હું ડેટિંગ પર જઈને લાખો રૂપિયા કમાઈ ચૂકી છું. એક ડેટ પર જવા માટે 40 હજાર રૂપિયા લઉં છું. કેટલીક વખત 40 હજાર રૂપિયાથી પણ વધારે મળી જાય છે. પરંતુ તેનાથી ઓછા ચાર્જ કરતી નથી. અમીર લોકો સાથે ડેટ પર જનારી લેક્સીએ કહ્યું કે, તેને હ્યુમરવાળા પુરુષ પસંદ છે. આ વીડિયોમાં લેક્સી કહી રહી છે કે તે એક શુગર બેબી છે. શુગર બેબીનો અર્થ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉંમરવાન અમીર વ્યક્તિ  પૈસાઓના કારણે રિલેશનશિપ રાખે છે.

લેક્સીએ કહ્યું કે, આ કામને કરવા પહેલા તે બે વખત રિલેશનશિપમાં રહી છે. આ વીડિયો દરમિયાન લેક્સી સેન ફ્રાન્સિસ્કોમાં રહેનારા 29 વર્ષના ડોન ટ્રેનર નિકને પણ મળી છે. નિક મૂળ ઇટાલીનો રહેવાસી છે. વીડિયોમાં કપલે કહ્યું કે, પોતાની રિલેશનશિપ અને અંગત જિંદગી સાથે જોડાયેલી વાતો પણ કરી. નિકે વીડિયો દરમિયાન કહ્યું કે, તે ઈચ્છે છે કે બીજી વખત લેક્સી સાથે ડેટ પર જાય. નિક અને લેક્સીએ વીડિયો દરમિયાન એક બીજાના ભરપૂર વખાણ કર્યા. લેક્સીએ આ દરમિયાન પોતાના કામને લઈને પણ સાફગોઈથી બતાવી દીધું, જેનો નાઇકે સપોર્ટ કર્યો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp