
પૉડકાસ્ટર મહિલા શોપિંગ મોલમાં પહોંચીને હેરાન રહી ગઈ. તેણે પોતાની ન્યૂડ તસવીરો મોટી સ્ક્રીન પર ચાલતી જોઈ લીધી. એ જોઈને મહિલા ત્યાંથી છાનીમાની નીકળી ગઈ. 29 વર્ષની આ મહિલાએ હાલમાં જ પોતાની આપવીતી શેર કરી છે. મહિલા શોપિંગ મૉલ પર ગુસ્સે થઈ પડી. જુલેસ રાંગિહેઉએઆએ જણાવ્યું કે, જેવી જ તેણે શોપિંગ મોકલના મોટી સ્ક્રીન પર પોતાની પ્રાઇવેટ રોમાન્ટિક તસવીરો જોઈ, તે પૂરી રીતે ચોંકી ગઈ. એમ લાગ્યું કે, મારી આત્માએ મારું શરીર છોડી દીધું છે.
તેણે કહ્યું કે, આ બધુ મારા માટે ખૂબ જ હેરાન કરનારું છે. જુલેસ રાંગિહેઉએઆ કેમાર્ટ બ્રોડવે મોલમાં ફોટો કિયોસ્ક પરથી ફોટો પ્રિન્ટ કરાવવા માટે પહોંચી હતી. ઓસ્ટ્રેલિયન સિડની શહેરમાં રહેનારી જુલેસ રાંગિહેઉએઆ રિયાલિટી શૉ ‘બિગ બ્રધર’ની 14મી સીઝનમાં પણ નજરે પડી ચૂકી છે. તેણે શોપિંગ મોલમાં થયેલી ઘટનાને ‘શરમજનક’ કરાર આપ્યો. તેણે આ ઘટના બાદ પોતાનો વીડિયો પણ બનાવ્યો.
Woman mortified after her nudes appeared on screen at the shops as she tried to print photos https://t.co/pufTzuYi1Y
— Daily Mail Online (@MailOnline) March 22, 2023
તે મોલથી નીકળતી નજરે પડી રહી છે. જુલેસ રાંગિહેઉએઆએ કહ્યું કે, તે મોલથી માથું છુપાવીને નીકળી, જેથી અન્ય લોકો તેને ન જોઈ શકે. વીડિયોમાં તે કહી રહી છે કે, કેમાર્ટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. વીડિયોમાં તેનો ફેસ કવર છે. તેણે કહ્યું કે, મેં જેવો જ ફોન પ્રિન્ટ કરાવવા માટે કિયોસ્ક મશીન સાથે અટેચ કર્યો, તસવીરો મોટા સ્ક્રીન પર દેખાવા લાગી. જુલેસ રાંગિહેઉએઆની આપવીતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઘણા લોકોએ માન્યુ કે, તેમની સાથે પણ એમ થઈ ચૂક્યું છે. જુલેસ રાંગિહેઉએઆને તેના કેટલાક ફોલોઅર્સે ફોટો શેરિંગને લઈને પણ સલાહ આપી. લોકોએ કહ્યું કે, આગામી વખત જો ફોટો ટ્રાન્સફર કરવો હોય તો બ્લૂટૂથથી શેરિંગ કરવો વધુ સારો વિકલ્પ છે. કોઈ પણ જગ્યાએ મોબાઈલને USBથી અટેચ કરવાનું સારું રહેતું નથી. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, તેમની સાથે એમ ઘણી વખત થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp