મહિલાએ ફેમિલીનું સિક્રેટ ખોલ્યું, પુત્રીને ખબર નથી કે તેનો મોટો ભાઇ જ તેનો પિતા

PC: newsbreak.com

તાજેતરમાં એક મહિલાએ પોતાના જ પરિવાર વિશે અજીબોગરીબ ખુલાસો કર્યો છે. તેણીએ કહ્યું કે તેની પુત્રીનો પિતા તેનો મોટો ભાઇ જ છે અને આ રાઝ પોતાની દીકરીને બતાવવાથી મહિલા ડરી રહી છે. મહિલાએ એક ઇન્ટરવ્યૂમાં આવી સ્થિતિ કેવી રીતે ઉભી થઇ તેની વિગતવાર વાત કરી છે.

પરિવારોમાં ઘણી વખત એવા સિક્રેટ હોય છે, જે જો સામે આવે તો હડકંપ મચી શકે છે. તાજેતરમાં એક મહિલાએ તેના પરિવારના રાઝ ખોલ્યા છે, જે જાણીને તમારું મગજ ચકરાવે ચઢી જશે. મહિલાએ કહ્યુ કે તેની પુત્રીનો પિતા તેનો મોટો ભાઇ જ છે.

ધ એટલાન્ટિકની 'ડિયર થેરાપિસ્ટ કૉલમ'માં, મહિલાએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને જણાવ્યું કે કેવી રીતે તેણીને મળ્યા પહેલા તેણીના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી તેણીને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી થયા હતા.લગ્નના બંધનમાં બંધાયા પછી, દંપતીએ તેમના પોતાના બાળકો હોવા વિશે વિચાર્યું. પરંતુ આ શક્ય બની શક્યું નહીં કારણ કે તેના પતિની નસબંધી કરવામાં આવી હતી. હવે આ દંપતી પરેશાન હતું.

ધ મિરરના અહેવાલ મુજબ, મહિલાએ કહ્યું કે આવી સ્થિતિમાં, તેનું બાળક તેના જેવું દેખાય તે સુનિશ્ચિત કરવા માટે, તેમણેએક વિચિત્ર સમાધાન શોધી કાઢ્યું. ધ એટલાન્ટિકને લખેલા પત્રમાં, અનામી મહિલાએ લખ્યું, અમે સ્પર્મ બેંકનો ઉપયોગ કરવા માંગતા ન હતા, તેથી અમે મારા પતિના પુત્રને ડોનર બનવા કહ્યું હતું.

મહિલાએ આગળ લખ્યુ કે અમને લાગ્યું કે આ સારો નિર્ણય છે.આને કારણે અમારા બાળકમાં પતિના જ જીન હશે નહીં કે કોઇ બહારની વ્યકિતના. અમે અમારા સાવકા દીકરીના સ્વાસ્થ્ય, પર્સનાલિટી અને બુદ્ધિમતા વિશે સારી રીતે જાણતા હતા. સાવકો દીકરો મદદ કરવા માટે તૈયાર પણ થઇ ગયો હતો. મહિલાએ કહ્યં કે, અત્યારે અમારી દીકરી 30 વર્ષની થઇ ગઇ છે અને અમે તેના જન્મના 3 દશક સુધી આ સિક્રેટ છુપાવીને રાખ્યું છે. હવે મુંઝવણ એ વાતની છે કે હવે તેને કેવી રીતે કહીએ કે તેના "પિતા" તેના દાદા છે, તેનો "ભાઈ" તેના પિતા છે, તેની "બહેન" તેની ફોઇછે અને તેનો "ભત્રીજો" તેનો સાવકો ભાઈ છે?

મહિલાએ કહ્યું કે, મારા પતિ પણ એ વાતથી ચિંતિત છે કે દીકરીને સત્ય જણાવવાથી ખબર નહીં તે શું પ્રતિક્રિયા આપશે. આ વાત પતિ માટે પણ મુશ્કેલ છે, કારણકે તે એવું ઇચ્છેછે કે દીકરીને સાચી વાત ખબર પડે કે તેનો પિતા કોણ છે.

મહિલાના પોસ્ટના જવાબમાં મનોચિકિત્સક અને કોલમનિસ્ટ લોરી ગોટબિલે કહ્યુ કે મહિલાએ તેની પુત્રીને માફી માંગતા પહેલા બેસીને આખી વાત વ્યવસ્થિત રીતે સમજાવવી જોઇએ. દીકરીથી 30 વર્ષ સુધી રાઝ છુપાવવાની જવાબદારી કપલે લેવી જોઇએ અને પુત્રીના  ભાઇ સાથે પણ વાત કરવી જોઇએ, કારણકે જ્યારે દીકરીની પ્રતિક્રિયા સામે આવે ત્યારે તે અચંબિત ન થઇ જાય. આ એક સરળ વાત નહીં હોય, પરંતુ દીકરીને સત્ય બતાવવું પણ એટલુ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp