પોતાના માટે પતિ શોધી રહી છે મહિલા, બસ જોઈએ છે આ વિશેષતાઓ, શોધનારને આપશે લાખો

કહેવામાં આવે છે કે ‘પૈસાથી પ્રેમ ખરીદી શકાય નહીં, પરંતુ આ મહિલા આ વાતને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનું કહેવું છે કે તે સિંગલ રહીને પરેશાન થઈ ચૂકી છે. હવે તે પોતાના માટે પતિની શોધ કરી રહી છે. તેના માટે વર શોધીને લાવનારને તે 5,000 ડૉલર (ભારતીય ચલણ મુજબ લગભગ 4 લાખ રૂપિયા) આપશે. 35 વર્ષીય ઇવ ટિલે કૉલસન અમેરિકાના લોસ એન્જેલિસમાં રહે છે જે વ્યવસાયે એક કોર્પોરેટ વકીલ છે.
તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, જો તમે મારા પતિ સાથે મળાવો છો અને હું તેની સાથે લગ્ન કરું છું તો હું તમને 5,000 ડોલર આપીશ. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, તેની આ પોસ્ટને 5 લાખ કરતા વધુ લોકોએ જોઈ અને તમામ ઓફર પણ આવી, ઇવનું કહેવું છે કે તે ડેટ પર ગઈ નથી. તેણે કહ્યું કે, હું વર્ષથી સિંગલ છું, લોકો સાથે સામસામે મુલાકાત કરું છું કે એપ્સ પર મળું છું, પરંતુ કોરોના વાયરસ મહામારી આવ્યા બાદ ડેટિંગના મામલે અજીબ બદલાવ આવ્યો છે.
પુરુષ તમારી સામસામે મળવા માગતા નથી. તેમાંથી મોટા ભાગના એપ્સ પર છે અને ડેટિંગને લઈને ગંભીર નથી. આ જ કારણે મેં વિચાર્યું કે જો મને કોઈ એવો પતિ શોધીને આપે, જે મારી શરતો મુજબ હોય અને એક અસલ રિલેશનશીપમાં આવવા માગે તો હું પૈસા આપવાનું પસંદ કરીશ. જો કે, ઇવે કેટલીક શરત પણ રાખી છે. તેણે કહ્યું કે, જ્યારે તે મેરેજ સર્ટિફિકેટ પર સહી કરી દેશે, ત્યારબાદ જ વર શોધીને લાવનારને પૈસા આપશે. એ અગાઉ નહીં આપે. ઇવની મિત્ર લારા બેહર પણ વ્યવસાયે વકીલ છે.
તેણે કહ્યું કે, તે પહેલાથી પરિણીત ન હોવો જોઈએ. ઇવ કોઇની બીજી પત્ની નહીં બને. ત્યારબાદ ઇવે શરત બતાવી. તેણે કહ્યું કે, તેની ઉંમર 27 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. લંબાઈ 5 ફૂટ 11 ઇંચ હોય કે તેનાથી વધુ લાંબો હોય. બ્રિટિશ લોકોની જેમ મજાકિયો અંદાજ હોય. તેમાં સ્પોર્ટ્સ, પશુઓ અને બાળકો પ્રત્યે ઊંડી રુચિ હોય. તેણે આગળ કહ્યું કે, લંબાઈમાં તે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે કેમ કે પોતે 5 ફૂટ 10 ઈંચની છે. એવું ન હોય કે કાલે હિલ ન પહેરવા બોલે અને ઇનસિક્યોર ફિલ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp