200 વર્ષ જૂના ફાર્મહાઉસમાં મળ્યું ભોંયરુ, વિચાર્યું અંદર ખજાનો હશે, પરંતુ..

ઘણી વખત દશકો જૂના ઘરોમાં કંઈક એવું મળી જાય છે, જેને જોઈને કોઈ પણ હેરાન રહી જાય. બ્રિટનની એક ટિકટોકરને પોતાના માતા-પિતાના 200 વર્ષ જૂના ફાર્મહાઉસના ફર્શબોર્ડ નીચે કંઈક એવું મળ્યું જેની બાબતે તેને બાળપણથી કોઈ જાણકારી નહોતી, ઘરના રિનોવેશન દરમિયાન મહિલાને ખબર પડી કે ત્યાં જમીનમાં એક ગુપ્ત રૂમ કે ભોંયરુ હતું. જેનિફર મલ્લાઘને હાલમાં જ પોતાના આ ઐતિહાસિક ઘરનો એક વીડિયો ટિકટોક પર શેર કર્યો હતો.
તેણે જણાવ્યું કે, તેના માતા-પિતા લગભગ 6 દશકો સુધી આ ઘરમાં રહ્યા, પરંતુ તેને આ ભોંયરા બાબતે કોઈ જાણકારી નહોતી. જેનિફરે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, ‘આ ગુપ્ત રૂમ વર્ષોથી છુપાયેલો હતો.’ 44 સેકન્ડના આ વીડિયોમાં એક વ્યક્તિ કાટમાળના ફર્શ પર ઊભો રહીને હાથોડાથી છુપા રૂમના કમ્પાર્ટમેનને ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. અંદર ઘોર અંધારું છે અને આ રૂમ ખૂબ ડરમણો છે. જેનિફર મલ્લાઘને મજાક કરતા કહ્યું કે, જો કે દુર્ભાગ્યથી આ ડરમણાં રૂમમાં ન તો કોઈ સામાન છે અને ન તો કોઈ દફન ખજાનો.’ એક યુઝરે જેનિફરને પૂછ્યું કે, શું તે રૂમનું રિનોવેશન કરાવશે? તેના જવાબમાં તેણે કહ્યું કે, જરાય નહીં, અમે તો બસ એ જોવા માગતા હતા કે અંદર શું છે.
આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ ગયા મહિને જ એક Reddit યુઝરે પોતાના નવા ઘરમાં હિડેન રૂમમાં કેટલોક ખાનગી સામાન મળવાની જાણકારી આપી હતી. તેને લાગ્યું હતું કે ઘરમાં કેબિનેટ બનેલી છે, પરંતુ તપાસ કરવા પર તેને આખો રૂમ નજરે પડ્યો હતો. મહિલાને અહી વર્ષ 1970 અને 1980ના દશકની અન્ય વસ્તુઓ સિવાય એક ગદો, આલ્કોહોલ વિનાના બીયરના ડબ્બા, એક ટેમ્પોન, ઝાડ, એક ટૂથબ્રશ, રમવાના પૈસા અને એક નોટપેડ પણ મળ્યું હતું.
એ જ પ્રકારે ગયા વર્ષે એક બ્રિટિશ કપલ ઇંગ્લેન્ડના બ્રાઇટનમાં પોતાના ઘરમાં એક દીવાલ પાછળ છુપા એક ગુપ્ત રૂમને જોઈને ડરી ગયું હતું. કપલને ત્યાં સુધી તેની બાબતે કોઈ જાણકારી નહોતી, જ્યાં સુધી તેણે પોતાની વિક્ટોરિયન યુગની પ્રોપર્ટીનું રિનોવેશન શરૂ કર્યું નહોતું. દંપતીએ કહ્યું કે, ડરામણી જગ્યા પર કરોડિયાના જાળાં અને એક લોખંડનો બેડ મળ્યો. તેમને ખબર પડી કે રૂમનો ઉપયોગ કોઈ ટૉર્ચર માટે કરવામાં આવ્યો નહોતો, પરંતુ કથિત રીતે 1800ના દશક દરમિયાન કોયલાને સંગ્રહિત કરવાના સ્થળના રૂપમાં કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp