બોસ મહિલા કર્મચારીને મોકલતો XX અને ???? જેવા મેસેજ, કોર્ટે ફટકાર લગાવી

PC: indiatoday.in

બ્રિટનમાં એક મહિલાએ પોતાના બોસ પર ઘણા સંગીન આરોપો લગાવ્યા. તેણે દાવો કર્યો કે, તેનો બોસ તેની સાથે યૌન સંબંધ બનાવવા માંગે છે. આ આરોપોનો આધાર બોસ તરફથી મોકલવામાં આવેલા એક મેલમાં ઉપયોગ કરવામાં આવેલા કેટલાક ચિહ્નો હતા, જેવા કે- XX અને ????.

હાલમાં જ એક IT વર્કરે ઇમેલ પર XX મોકલવા અંગે પોતાના બોસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેણે તેને કિસનો સિંબોલ ગણાવ્યો હતો. મહિલાએ બોસ પર યૌન સંબંધ બનાવવા માટે પૂછવા સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો તો મહિલા કર્મચારીને મોટો ઝટકો લાગ્યો. મેટ્રો યુકેના સમાચાર અનુસાર, EssDOCS નામની એક આઈટી કંપનીમાં કામ કરનારી એક મહિલાએ પોતાના બોસને મેલ પર સેક્સુઅલી ચાર્જ્ડ સિંબોલ મોકલવા બદલ કોર્ટમાં ઘસડ્યો હતો. મહિલા યુરોપિય દેશ માલ્ટાની રહેવાસી છે. આઈટી પ્રોજેક્ટ મેનેજર કરીના ગૈસ્પારોવાએ EssDOCS માં પોતાના બોસ એલેક્ઝાન્ડર ગૌલૈંડ્રિસ વિરુદ્ધ ઘણા આરોપો લગાવ્યા. બોસ તરફથી લખવામાં આવેલા મેલ, કમ્પ્યુટર ફાઇલોના નામ અને વીડિયો કોલ દરમિયાન કરવામાં આવેલા વ્યવહારના આધાર પર મહિલાએ દાવો કર્યો કે તેનો બોસ તેની સાથે યૌન સંબંધ બનાવવા માંગે છે. ગૈસ્પારોવાએ દાવો કર્યો કે, મેલમાં લખવામાં આવેલા સવાલિયા નિશાનોનો મતલબ વાસ્તવમાં સંબંધ બનાવવા માટે પૂછવાનો હતો.

મહિલાએ એવુ પણ કહ્યું કે, તેનો બોસ એક વર્ક કોલ દરમિયાન પોતાના વાળમાં હાથ ફેરવીને અને ઘૂરીને તેની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બોસે મેલના વાક્યોમાં XX અને ???? સિંબોલનો ઉપયોગ કર્યો હતો. ગૈસ્પારોવાનો દાવો છે કે, XX નો મતલબ કિસ છે જ્યારે yy યૌન સંબંધોનું પ્રતીક છે. તેણે દાવો કર્યો કે, મેલમાં ઉપયોગ કરવામાં આવેલા ???? નો મતલબ હતો કે બોસ તેની સાથે યૌન સંબંધ બનાવવા માટે પૂછી રહ્યો હતો.

કોર્ટમાં મહિલાએ કહ્યું કે, તેનો બોસ તેની સાથે યૌન સંબંધ બનાવવા માંગતો હતો. એવુ વિચારીને જ તેનો પારો ચડી જાય છે અને બોસ સાથે ઝઘડો કરવાની ઈચ્છા થાય છે. જોકે, આ મામલાની સાવધાનીપૂર્વક તપાસ કરવા અને પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ લંડન સેન્ટ્રલ કોર્ટના એમ્પ્લોયમેન્ટ ટ્રાઇબ્યૂનલે નિષ્કર્ષ કાઢ્યો કે ઘટનાઓને જોવાનો મહિલાનો દ્રષ્ટિકોણ ખોટો હતો. જજે કહ્યું કે, ગૈસ્પારોવાએ પુરાવા વિના જ સનસનીખેજ દાવાઓ કર્યા. કોર્ટે મહિલાને EssDOCS ને 513012 રૂપિયાની રકમ ચુકવવાનો આદેશ આપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp