યુવતીએ પોતાની સાથે લગ્ન કરી 24 કલાકમાં લીધા છૂટાછેડા, પબ્લિસિટી સ્ટંટ લાગે છે

PC: ndtv.com

આપણે થોડાં દિવસ પહેલા જોયુ હતું કે, ગુજરાતમાં એક મહિલાએ પોતાની સાથે જ લગ્ન કરી લીધા. જેણે પણ આ સમાચાર સાંભળ્યા હતા તે સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. હવે આવો જ વધુ એક મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાની સાથે લગ્ન કરી લીધા પરંતુ, માત્ર 24 કલાકમાં જ એવુ કંઈક બની ગયુ જેના કારણે યુવતીએ પોતાને જ છૂટાછેડા આપવાનો પણ નિર્ણય કરી લીધો છે. આ સમાચાર બાદ તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે એક તો પોતાની સાથે લગ્ન કર્યા અને બીજું એ કે માત્ર 24 કલાકમાં જ છૂટાછેડા પણ આપી દીધા.

આ વાતની જાણકારી યુવતીએ પોતે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે. યુવતીએ એક પોસ્ટ કરતા લખ્યું, આજે, પોતાના જીવનના સૌથી ખોટાં પળોમાં, મેં લગ્નનો ડ્રેસ ખરીદ્યો અને પોતાની સાથે જ લગ્ન કરવા માટે લગ્નની કેર બનાવી. આ પોસ્ટે ટ્વિટર પર યુઝર્સની વચ્ચે એક મોટો તહેલકો મચાવી દીધો. તમામ યુઝર્સ આ ટ્વીટ પર રિપ્લાઇ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તું ખોટું શા માટે બોલે છે? બધા જ જાણે છે કે તે મારી સાથે લગ્ન કર્યા છે. એક યુઝરે લખ્યું કે, એવુ જ થાય છે કે મને લગ્નો પસંદ છે અને મને સ્કિજોફ્રેનિક પસંદ છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, એક સારા વકીલને રોકો. એક યુઝરે લખ્યું, આથી જ લોકો લગ્ન કરતા પહેલા ગંભીરતાપૂર્વક વિચારવાની સલાહ આપે છે. આ પોસ્ટ પર લોકોના ઘણા ફની રિએક્શન્સ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, યુવતીએ પોતાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કર્યા હતા.

આ પ્રકારે સોલોગામી એટલે કે પોતાની સાથે જ લગ્ન કરવાના ઘણા મામલા સામે આવી ચુક્યા છે, જ્યાં યુવતીએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે પરંતુ, આ એવો પહેલો મામલો જોવા મળ્યો છે કે જેમા લગ્નના 24 કલાક બાદ યુવતીએ પોતાને જ છૂટાછેડા આપવાનું મન બનાવી લીધુ છે.

આવો જ એક અન્ય કિસ્સો ગત વર્ષે પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં વડોદરાની એક 33 વર્ષીય યુવતીએ સોલોગામી લગ્ન કર્યા હતા અને તેના જીવનમાં એક પુરુષની એન્ટ્રી થતા લગ્નના 90 દિવસ બાદ તેણે પોતાને જ છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp