26th January selfie contest

વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરનારા વર્લ્ડ બેંકના ચીફે આપ્યું રાજીનામુ, જાણો કારણ

PC: news.abs-cbn.com

ડેવિડ મલપાસે જાહેરાત કરી છે કે આ જળવાયુ પરિવર્તન નીતિઓને લઈને રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રશાસન સાથે અણબનાવ બાદ વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે. તેમણે બુધવારે કહ્યું કે, તેઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળની સમાપ્તિથી દસ મહિના પહેલા જૂનમાં આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા છોડી દેશે. ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાના રાજીનામાની જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે દુનિયાભરના ઘણા દેશ ગંભીર નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વર્લ્ડ બેંકના પ્રમુખ નિયુક્ત કરવા, અમેરિકી રાષ્ટ્રપતિનો વિશેષાધિકાર છે.

જો બાઇડેન મલપાસના ઉત્તરાધિકારીની નિયુક્તિ કરશે. મલપાસ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના હતા, જેમને 2019માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ યંગ કિમના પદ છોડ્યા બાદ આ પદ પર નિયુક્ત કર્યા હતા. મલપાસે ટ્રમ્પના 2016ના ચૂંટણી અભિયાનમાં કામ કર્યું હતું અને વર્લ્ડ બેંકમાં જતા પહેલા આંતરરાષ્ટ્રીય મામલાઓના ટ્રેઝરી અંડર સેક્રેટરી હતા.

બાઇડેનની સરખામણીમાં વૈચારિક રૂપથી ટ્રમ્પના નજીકના મલપાસે ગત વર્ષે ન્યૂયોર્ક ટાઇમ્સના એક કાર્યક્રમમાં એ માનવાનો ઈન્કાર કરી દીધો હતો કે, જળવાયુ પરિવર્તન માનવ નિર્મિત ગ્રીનહાઉસ ગેસોના પરિણામસ્વરૂપ થયુ. આ વિષય પર ભાર આપતા તેમણે કહ્યું, હું વૈજ્ઞાનિક નથી. તેના પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર સહિત ઘણા અન્ય લોકોએ તેમની ટીકા કરી હતી. પરંતુ, થોડાં દિવસો બાદ મલપાસે યૂ ટર્ન લેતા વર્લ્ડ બેંકના કર્મચારીઓને લખ્યું, એ સ્પષ્ટ છે કે માનવ ગતિવિધિઓથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન જળવાયુ પરિવર્તનનું કારણ બની રહ્યું છે. તેલ અને ગેસ પરિયોજનાઓને નાણાકીય મદદ ચાલુ રાખવા માટે વર્લ્ડ બેંકની ટીકા કરવામાં આવી.

પદ છોડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરતા મલપાસે કહ્યું કે, વિકાસશીલ દેશોમાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવાની સાથે, મને ગર્વ છે કે બેંકે પ્રભાવશાળી રીતથી સંકટોનો સામનો કર્યો. બેંકે કહ્યું કે, માલપાસના નેતૃત્વમાં બેંકે વૈશ્વિક સંકટોનો ઝડપથી સામનો કર્યો, કોવિડ-19 મહામારી, યૂક્રેનમાં યુદ્ધ, ઝડપી વૈશ્વિક આર્થિક મંદી, અસ્થિર દેવાનો બોજ, જળવાયુ પરિવર્તન અને ભોજન, ઉર્વરક માટે 440 બિલિયન ડૉલર એકત્ર કર્યા. તે પહેલા મલપાસે રિપબ્લિકન રાષ્ટ્રપતિઓ રોનાલ્ડ રીગન અને જ્યોર્જ એચડબલ્યૂ બુશની સાથે પણ કામ કર્યું. 1993માં તેઓ નિવેશ કંપની બેયર સ્ટર્ન્સના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા, જે 2008ના નાણાકીય સંકટમાં તૂટી ગઈ. ત્યારબાદ તેમણે પોતાની આર્થિક સલાહકાર ફર્મની સ્થાપના કરી અને સીનેટ ચૂંટણીમાં રિપબ્લિકન નામાંકન માટે નિષ્ફળ બોલી લગાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp