આ કપલની ઉંમર વચ્ચે છે 54 વર્ષનો તફાવત, જણાવ્યું કેવું ચાલે છે તેમનું લગ્ન જીવન

PC: khabarchhe.com

આપણે ત્યાં પ્રેમ વિશે અનેક કહેવતો છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય, પ્રેમ એક જ નજરમાં થઇ જાય છે. તેવી રીતે લગ્ન વિશે પણ કંઈક આવું જ છે. જેમ કે, લગ્નની કોઈ ઉંમર નથી હોતી. આવું જ કંઈક બન્યું છે અમેરિકામાં. જ્યાં એક કપલની વચ્ચે ઉંમરનો ગેપ સંભાળીને તમે પણ વિચારતા થઇ જશો.  એક કપલ વચ્ચે 54 વર્ષનું અંતર છે છતા તેમની વચ્ચે સંબંધ ગાઢ છે. આ કપલની ઉંમર વચ્ચે ઘણું અંતર છે જેના કારણે તેમને ઘણું સંભાળવું પણ પડ્યું છે. હાલમાં આ કપલ પોતાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ કપલની સ્ટોરી ઘણી મજેદાર છે.

આ કપલ અમેરિકામાં રહે છે. અલ્મેડા 77 વર્ષની જયારે તેનો પતિ ગેરીની ઉંમર 23 વર્ષની છે. બંને પહેલીવાર ત્યારે મળ્યા હતા જ્યારે અલ્મેડા 71 વર્ષની હતી અને ગેરી માત્ર 17 વર્ષનો હતો. તે બંને વર્ષ 2015મા પહેલીવાર મળ્યા હતા. 'ધ સન'ના રિપોર્ટ પ્રમાણે 2015મા અલ્મેડાના દીકરાનું મૃત્યુ થયું હતું. દીકરાના અંતિમ સંસ્કારમાં ગેરી પણ જોડાયો હતો. અહીં અલ્મેડા સાથે તેની મુલાકત થઇ. તેના 15 દિવસ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. અલ્મેડાનો એક પૌત્ર પણ છે જે ગેરીથી ત્રણ વર્ષ મોટો છે.

ગેરી અને અલ્મેડાની ઉંમર વચ્ચે 54 વર્ષનો ગેપ હોવાથી લોકોએ તેમના સંબંધને લઈને તેમને ટ્રોલ કરતા રહ્યા, પરંતુ આ કપલને તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. તેઓ કહે છે કે, તેમને પોતાના આ સંબંધને લઈને કોઈ અફસોસ નથી. કારણ કે, તેમનું જીવન સારી રીતે ચાલી રહ્યું છે. જ્યારે ગેરીનું કહેવું છે કે, અલ્મેડા તેની ડ્રીમ વુમન છે. બીજી બાજુ અલ્મેડા કહે છે કે, તે પણ ગેરીને ખુબ પ્રેમ કરે છે. ઉંમર એ માત્ર એક આંકડા છે તેવું અલ્મેડાનું કહેવું છે.

આ કપલનું કહેવું છે કે, તેમનું લગ્ન જીવન ખુબ સારું ચાલી રહ્યું છે. જેને આગળ પણ આવી રીતે જ વિતાવશે. ગેરી અને અલ્મેડા બંને લગ્નથી ખુશ છે. તેમનું કહેવું છે કે, આપણે તે જ કરવું જોઈએ જે આપણને ખુશ રાખી શકે. અલ્મેડાએ વધુમાં કહ્યું હતું કે, ગેરીનો સંગાથ તેનામાં નવી ઉર્જા ભરે છે અને તે પોતાને યુવાન ફિલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp