બેંગ્લોરના ડોગ પ્રેમીએ ખરીદ્યો વરુ જેવા ચહેરાવાળો 50 કરોડનો સૌથી મોંઘો કૂતરો

On

બેંગ્લોરના એક માણસને કૂતરાઓ પાળવાનું એટલું બધું ગમતું હતું કે, તેણે 50 કરોડ રૂપિયામાં દુનિયાનો સૌથી મોંઘો કૂતરો ખરીદ્યો. આ કૂતરાની કિંમત 5.7 મિલિયન ડૉલર હોવાનું કહેવાય છે. જો આપણે ભારતીય ચલણની વાત કરીએ તો તે 50 કરોડ રૂપિયા છે. સતીષે જે કૂતરો ખરીદ્યો તે એક દુર્લભ વુલ્ફડોગ છે, જે વરુ અને કોકેશિયન શેફર્ડ વચ્ચેનો ક્રોસ છે. આ કૂતરાનું નામ કૈડાબમ ઓકામી રાખવામાં આવ્યું છે. સતીશ પાસે પહેલાથી જ 150થી વધુ કૂતરા છે.

Wolf-Dog1
ndtv.in

S સતીષ બેંગલુરુના રહેવાસી છે. તેઓ એક પ્રખ્યાત ડોગ બ્રીડર અને ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે. તેણે હવે એક નવો કૂતરો ખરીદ્યો છે. તે આ પ્રકારનો પહેલો કૂતરો છે. S સતીશ કહે છે કે, તેણે 10 વર્ષ પહેલાં પ્રજનન કરાવવાનું બંધ કરી દીધું હતું. તેને વિવિધ જાતિના કૂતરા પાળવાનો શોખ છે. તે આ કૂતરાઓને પ્રદર્શનોમાં લઈ જાય છે અને તેમાંથી તે સારી આવક મેળવે છે.

Wolf-Dog2
tv9hindi.com

અમેરિકામાં જન્મેલા કૈડાબમ ઓકામી માત્ર આઠ મહિનાનો છે, આ કૂતરાનું વજન 75 કિલો છે. તે દેખાવે વરુ જેવો લાગે છે. તે કોકેશિયન શેફર્ડ અને વરુ વચ્ચેના ક્રોસમાંથી જનમ્યો છે. તેના આહારમાં દરરોજ લગભગ 3 કિલો કાચું માંસ હોય છે. તેના આહારમાં બીજી ઘણી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, તેના જાળવણી પાછળ દરરોજ હજારો રૂપિયા ખર્ચ થાય છે. સતીષના કહેવા મુજબ, તેમને ગયા મહિને જ એક દલાલ પાસેથી આ કૂતરા વિશે માહિતી મળી હતી. આ પછી તેણે તે કૂતરો ખરીદ્યો. સામાન્ય રીતે આ પ્રકારના કૂતરા જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન અને રશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

https://www.instagram.com/reel/DGmoveFJaRo/

અમેરિકન કેનલ ક્લબ અનુસાર, ઓકામી એક રીતે શેફર્ડ જાતિનો છે, અને મુખ્યત્વે તે એક રક્ષક જાતિ છે, જે તેની રક્ષણાત્મક વૃત્તિ અને બુદ્ધિમત્તા માટે જાણીતી છે, જેને 'ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ.'

Wolf-Dog
tv9hindi.com

એક પોસ્ટમાં, તેણે સમજાવ્યું કે, તે ઉત્સાહિત ભીડને તેના અદ્ભુત કૂતરાઓ બતાવીને પૈસા કમાય છે. આ માટે, તે 30 મિનિટ માટે 2,800 ડૉલરથી પાંચ કલાક માટે 11,700 ડૉલર કમાય છે. સતીશ પાસે એક દુર્લભ ચાઉ ચાઉ કૂતરો પણ છે. તેણે ગયા વર્ષે તેને લગભગ 3.25 મિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું. આ બધા કૂતરાઓની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. તેઓ સાત એકરના ખેતરમાં રહે છે, જ્યાં દરેક પાસે 20 ફૂટ બાય 20 ફૂટનો કેનલ રૂમ છે. સતીશે કહ્યું, 'તેમની પાસે ચાલવા અને દોડવા માટે પૂરતી જગ્યા છે.' દરેક કૂતરાઓની સંભાળ છ લોકો રાખે છે. તેણે વધુમાં કહ્યું કે, 'શહેરમાં હવામાન ઠંડુ હોવાથી તેમને એર કંડિશનરની જરૂર નથી, પરંતુ તેમની સારી રીતે કાળજી લેવામાં આવે છે.'

Top News

પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), સ્ટાર ખેલાડીઓની ભરમાર હોવા છતા આ ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. સતત...
Sports 
પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

સુરતમાં જો રસ્તા પર કચરો ફેંકતા હો તો સુધરી જજો

સુરતમાં દેશનો પહેલો પ્રયોગ સુરત મહાનગર પાલિકાએ હાથ ધર્યો છે. રસ્તા પર કચરાના ઢગલા હશે કે કોઇ જાહેરમાં કચરો નાંખશે...
Gujarat 
સુરતમાં જો રસ્તા પર કચરો ફેંકતા હો તો સુધરી જજો

ભારતમાં સોનાની દાણચોરી કેમ વધી રહી છે?

કન્નડ ફિલ્મની જાણીતી અભિનેત્રી અને કર્ણાટકના IPS અધિકારીની પુત્રી રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે પકડાઇ ગઇ...
National 
ભારતમાં સોનાની દાણચોરી કેમ વધી રહી છે?

વધુ એક કંપની પર અદાણી ગ્રુપનો કબજો, 20000 પ્રતિ શેરના હિસાબે ખરીદી

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે અદાણી ગ્લોબલ લિમિટેડ મોરેશિયસના જોઈન્ટ વેન્ચર સિરિયસ ડિજિટેક લિમિટેડે પાર્સરલેબ્સ ઇન્ડિયા પ્રાઇવેટ  લિમિટેડ...
Business 
વધુ એક કંપની પર અદાણી ગ્રુપનો કબજો, 20000 પ્રતિ શેરના હિસાબે ખરીદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.