- Politics
- નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં આવ્યા છે. આ જાણકારી પાકિસ્તાન વર્લ્ડ અલાયન્સ અને નોર્વેજિયન રાજનીતિક પાર્ટી સેન્ટ્રમે આપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્થાપિત એક એડવોકેસી ગ્રુપ પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA)ના સભ્યોએ ઈમરાન ખાનના નોમિનેશનની જાહેરાત કરી છે, જેઓ નોર્વેની રાજનીતિક પાર્ટી સેન્ટ્રમના સભ્ય પણ છે.

પાર્ટી સેન્ટ્રમે રવિવારે X (અગાઉ ટ્વીટર) પર કહ્યું કે, અમને પાર્ટી સેન્ટ્ર્મ તરફથી એ વાતની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે નોમિનેશનના રાઇટવાળા કોઇ વ્યક્તિ સાથે ગઠબંધન કરીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાનમાં માનવાધિકાર અને લોકતંત્ર સાથે તેમના નામ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તો, વર્ષ 2019માં, ઇમરાન ખાનને દક્ષિણ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, દર વર્ષે નોર્વેજીયન નોબેલ સમિતિને સેંકડો નોમિનેશન મળે છે, ત્યારબાદ તેઓ 8 મહિનાની લાંબી પ્રક્રિયાના માધ્યમથી વિજેતાની પસંદગી કરે છે. ઈમરાન ખાન, જે પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સંસ્થાપક પણ છે, ઑગસ્ટ 2023થી જેલમાં બંધ છે. આ વર્ષે જાન્યુઆરીમાં, ઇમરાન ખાનને સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ચોથો મોટો કેસ હતો, જેમાં પૂર્વ વડાપ્રધાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. જો કે ઈમરાન ખાને પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, આ બધા કેસ રાજનીતિથી પ્રેરિત છે.

સરકારી ગિફ્ટ વેચવા, સરકારી જાણકારી લીક કરવા અને ગેરકાયદેસર લગ્ન સંબંધિત ત્રણ અગાઉની સજાઓને કોર્ટો દ્વારા રદ કે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઈમરાન ખાન સત્તામાંથી બહાર થઈ ગયા હતા.
Related Posts
Top News
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Opinion
