- Science
- ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો
ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 18 માર્ચના રોજ 9 મહિના બાદ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અનુભવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘરે પરત ફરવાનો અનુભવ થતા જ તેઓ પોતાના પરિવારને મળવા ઉત્સુક હતા. અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા બાદ સોમવારે વિલિયમ્સે મીડિયાને સંબોધિત કરી હતી. તેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની અવકાશ યાત્રા અને પરત ફરવા સાથે જોડાયેલી યાદો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે તમે પૃથ્વી પર પાછા ફર્યા, ત્યારે તમે સૌથી પહેલા શું કરવા માગતા હતા? 9 મહિના બાદ એવો કોઇક ખોરાક, જેને સૌથી પહેલા ખાવાની ઇચ્છા હતી?

તેનો જવાબ આપતા સુનિતા વિલિયમ્સે કહ્યું કે, હું પોતાના પતિ અને પાળતુ કૂતરાઓને ગળે લગાવવા માગતી હતી. ખોરાક એક એવી વસ્તુ છે, જે આપણને ઘરની યાદ અપાવે છે. મારા પિતા શાકાહારી હતા, તો મેં ઘરે પહોંચવા પર સૌથી પહેલા શાનદાર ગ્રિલ્ડ ચીઝ સેન્ડવીચ ખાધી. તે મને ઘરનો અહેસાસ કરાવે છે.
તમને જણાવી દઈએ કે, અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં સુનિતા વિલિયમ્સે NASA, બોઈંગ, સ્પેસએક્સ અને આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે પૃથ્વી પર પાછા ફર્યા તેને લગભગ 2 અઠવાડિયા થઈ ગયા છે. હવે અમને પૂછવામાં આવી રહ્યું છે કે અમે શું કરી રહ્યા છીએ? તો તમને જણાવી દઉં કે, અમે નવા પડકારો માટે તૈયારી કરી રહ્યા છીએ. નવા મિશનની તૈયારી કરી રહ્યા છીએ. હું ગઈકાલે જ 3 માઈલ દોડી છું, તો પોતાની પીઠ પર થપથપાવી જ શકું છું. અવકાશમાં ફસાયા હોવાને કારણે મીડિયામાં ચાલી રહેલા વિવિધ પ્રકારના નેરેટિવ્સ પર સુનિતા વિલિયમ્સે કહ્યું કે, આ એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ હતો. અમને ખબર હતી કે વસ્તુઓ ખોટી થઈ શકે છે, તો અમે તેના માટે તૈયાર હતા. ઘણા બધા લોકો કાર્યક્રમ પર નજર રાખી રહ્યા હતા. તેમને ખબર હતી કે અમારા પાછા ફરવાનો યોગ્ય સમય કયો છે. અમે એ જ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, જે એકદમ યોગ્ય છે.
તેમણે પોતાની રિકવરી બાબતે બતાવતા કહ્યું કે, એક્સપર્ટ્સ અમારા રિબેબિલિટેશન પર પૂરી રીતે ફોકસ છે. પૃથ્વી પર પાછા આવ્યા ત્યારથી, અમે એક્સપર્ટ્સ દ્વારા બતાવવામાં આવેલા પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ. ધીમે-ધીમે અમારી રિકવરી થઈ રહી છે. સુનિતા વિલિયમ્સ કહે છે કે, અમે અમારા મિશનમાં જે વિલંબ થયો, તેનાથી અમે આશાનો પાઠ શીખ્યા છીએ. અમે દરેક નાની ભૂલમાંથી શીખી રહ્યા છીએ જેથી કરીને અમે આગામી વખત કંઈક સારું કરી શકીએ. વસ્તુઓ આજ રીતે થાય છે, આપણે શીખીને આગળ વધીએ છીએ અને વધુ સારા બનીએ છીએ. તે ખૂબ અદ્વભૂત છે કે, કેવી રીતે તમારું શરીર બધી વસ્તુઓને એડોપ્ટ કરી રહ્યું છે. જ્યારે અમે પહેલી વખત ધરતી પર આવ્યા ત્યારે અમે લડખડાવા લાગ્યા. પરંતુ થોડા કલાકોમાં બદલાવો નજરે પડવા લાગે છે. માણસનું મગજની આસપાસની વસ્તુઓને સમજવા લાગે છે.
Related Posts
Top News
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
Opinion
-copy7.jpg)