PSLમાં હોબાળો, બાબર આઝમની કરતૂત આવી સામે, માલિકે જણાવ્યું કેમ ટીમમાંથી બહાર કાઢી મૂકેલો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમનો સમય સારો ચાલી રહ્યો નથી. બેટથી રન આવી રહ્યા નથી અને પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા છે, જેણે હોબાળો મચાવી દીધો છે. બાબર આઝમ હાલમાં PSL 2025ની સીઝનમાં પેશાવર જાલ્મી ફ્રેન્ચાઇઝીની કેપ્ટન્સી કરી રહ્યો છે. તે વર્ષ 2017 થી વર્ષ 2022 સુધી કરાચી કિંગ્સ માટે રમ્યો હતો. 6 સીઝન રમ્યા બાદ કિંગ્સે બાબરને છોડવાનો નિર્ણય લીધો, તેને લઈને ટીમના માલિકે એક મોટો ખુલાસો કર્યો છે.

Ranveer-Allahbadia1
newindianexpress.com

 

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં, કરાચી કિંગ્સના માલિક સલમાન ઇકબાલે બાબર આઝમને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ફ્રેન્ચાઇઝીએ PSL 2023ની સીઝન અગાઉ બાબરને કેમ રીલિઝ કર્યો હતો. સલમાને ખુલાસો કર્યો કે, ફ્રેન્ચાઇઝીએ બાબર આઝમને બેટિંગ ઓર્ડરમાં અસહમતિને કારણે રીલિઝ કરવાનો નિર્ણય લીધો. ઇકબાલે કહ્યું કે, ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી કે બાબર ત્રીજા નંબરે બેટિંગ કરે, પરંતુ તે પોતાની ઓપનિંગ પોઝિશન છોડવા તૈયાર નહોતો. અમે ઇચ્છતા હતા કે બાબર ત્રીજા નંબરે બેટિંગ કરે, પરંતુ તે પોતાની ભૂમિકા બદલવા તૈયાર નહતો.

Dolo-6502
tv9marathi.com

 

બાબર આઝમે પોતાના કરિયરમાં મોટાભાગે PSL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન માટે ઓપનિંગમાં બેટિંગ કરી છે. તેના હાલના પ્રદર્શન પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. તેણે ઘરેલુ વન-ડે ટ્રાઇ સીરિઝ અને આ વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પરિણામ એ આવ્યું કે ટીમ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. PSLની વર્તમાન સીઝનમાં પણ બાબર આઝમના બેટથી રન બનાવ્યા નથી. પેશાવર જાલ્મી માટે ઓપનરના રૂપમાં 2 ઇનિંગ્સમાં માત્ર એક રન બનાવ્યો છે. નોંધનીય છે કે, બાબર આઝમે વર્ષ 2020માં કરાચી કિંગ્સના PSL જીતનારી ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે એ ટૂર્નામેન્ટમાં 11 ઇનિંગ્સમાં 473 રન બનાવ્યા હતા અને ફાઇનલમાં મેચ-વિનિંગ નોટ આઉટ 63 રન બનાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.