સૂર્યકુમાર યાદવ નહીં, ક્રિસ ગેલે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નંબર-1 T20 બેટ્સમેન

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે ગાઝિયાબાદમાં પ્રો-ક્રિકેટ લીગની બીજી સીઝનના લોન્ચના અવસર પર દુનિયાના સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેનને લઇ એક મોટું નિવેદન આપ્યું હતું. ગેલ આ લીગમાં ભવાની ટાઇગર્સ તરફથી રમશે. શ્રેષ્ઠ T20 બેટ્સમેનને લઇને વાત કરતા, વેસ્ટ ઈન્ડીઝના અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરનની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે પૂરનને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન ગણાવ્યો. ગેલનું માનવું છે કે, T20 ક્રિકેટમાં આ સમયે પૂરન જેવા દમદાર અને મેચ વિનર ખેલાડી ખૂબ ઓછા છે.

Chris-Gayle
thesportsrush.com

 

ગેલે પોતાના દેશના ખેલાડી અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના બેટ્સમેન નિકોલસ પૂરનને દુનિયાનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન ગણાવતા કહ્યું કે, તે બૉલને ખૂબ જ સારી રીતે મારી રહ્યો છે. કદાચ તે 175-180 રન પણ બનાવી શકે છે. તે સારા ફોર્મમાં છે. તેને સતત રન બનાવતા જોવાનું સારું લાગે છે. વર્તમાન સીઝનમાં, પૂરન 6 મેચમાં 69.80ની એવરેજ અને 215થી વધુની સ્ટ્રાઇક રેટથી 349 રન બનાવીને ઓરેન્જ કેપ લીડરબોર્ડમાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધી 4 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 87 રનનો છે. તેણે IPL 2025માં અત્યાર સુધી 26 ચોગ્ગા અને 31 છગ્ગા લગાવ્યા છે.

pooran
mid-day.com

 

ગયા વર્ષે પોતાની શરૂઆત બાદ, પૂરને 93 મેચ અને 90 ઇનિંગ્સમાં 42.58ની એવરેજ અને 162થી વધુની સ્ટ્રાઇક રેટથી 2,981 રન બનાવીને બેટિંગ ચાર્ટ પર પોતાનો દબદબો બનાવ્યો છે. તેણે એક સદી અને 22 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 218 છગ્ગા ફટકાર્યા છે, જે કોઇ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલા  સૌથી વધુ છગ્ગા છે. પૂરને આ સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે ન માત્ર આક્રમક અંદાજમાં રન બનાવ્યા છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંયમ દેખાડ્યો છે. લખનૌની ટીમ પણ ઈચ્છશે કે નિકોલસ પૂરન આ લય જાળવી રાખે અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.