- Sports
- મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું
મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 17 વર્ષમાં પહેલી વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેમના ઘરઆંગણાના ચેપોકમાં IPL મેચ હારી ગયું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની હાર માટે તેના મેનેજમેન્ટની એક વ્યૂહરચના જવાબદાર માનવામાં આવી રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોની નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 28 બોલમાં 98 રનની જરૂર હતી. ત્યાં સુધીમાં મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હાથમાંથી સરકી ગઈ હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી બે ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને પોતાના ચાહકોનું મનોરંજન કર્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં નંબર-9 પર બેટિંગ કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. મહેન્દ્ર સિંહ ધોનીએ 187.50ના સ્ટ્રાઇક રેટથી 30 રનની અણનમ ઇનિંગમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. મેચ પછી, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પ્રશ્નો ઉઠાવ્યા કે, મહેન્દ્ર સિંહ ધોની જેવા સક્ષમ અને ખતરનાક બેટ્સમેનને આટલા મોડા બેટિંગ માટે કેમ મોકલવામાં આવ્યો. જો મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ માટે વહેલો આવ્યો હોત તો મેચનું પરિણામ અલગ હોત.

એક સ્પોર્ટ ચેનલમાં ચાલી રહેલા શોમાં, ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે મહેન્દ્ર સિંહ ધોની પર મજાક ઉડાવી. ધોની પર ટિપ્પણી કરતાં સેહવાગે કહ્યું, 'બહુ જલ્દી આવી ગયો નહીં.' આvu કહ્યા પછી ત્યાં બેઠેલા લોકોએ હસવાનું ચાલુ કર્યું. સેહવાગે કહ્યું કે એવું લાગે છે કે, ધોનીએ ડેથ ઓવર પહેલા બેટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. સેહવાગે કહ્યું, 'જ્યારે તે (ધોની) આવ્યો ત્યારે 16 ઓવર ફેંકાઈ ચૂકી હતી. સામાન્ય રીતે, તે 19મી કે 20મી ઓવરમાં આવે છે, તેથી તે વહેલા બેટિંગ કરવા આવ્યો, ખરું ને? કાં તો તે વહેલા બેટિંગ કરવા આવ્યો, અથવા તેના બેટ્સમેનોએ ખૂબ જ જલ્દી વિકેટ ગુમાવી દીધી.'

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું, 'અમે વાત કરી રહ્યા હતા કે કદાચ તે (ધોની) 10 નંબર પર બેટિંગ કરવા આવશે. મારી સમજની બહાર છે કે, ધોની જેવા બેટ્સમેન, જે 16 બોલમાં 30 રન બનાવ્યા પછી અણનમ રહી શકે છે, તેને બેટિંગ ક્રમમાં ઉપર કેમ ન મોકલી શકાય? તમે જીતવા માટે રમી રહ્યા છો, ખરું ને? તે કોચિંગ સ્ટાફ (CSK) પાસે ધોનીને બેટિંગ ક્રમમાં ઉપર આવવાનું કહેવાની હિંમત નથી રાખતો. એકવાર તેણે નિર્ણય લઇ લીધો એટલે, બસ લઇ લીધો.' IPL 2024થી, ધોનીએ મેચની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના CSK માટે નીચેના ક્રમમાં બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસને કહ્યું કે, તેમને એ સમજાતું નથી કે ધોની સતત બેટિંગ ક્રમમાં કેમ નીચે આવી રહ્યો છે. શેન વોટસને કહ્યું, 'ચેન્નાઈના ચાહકો આ જોવા આવે છે.' ધોનીએ 16 બોલમાં 30 રન બનાવ્યા. હું ઈચ્છું છું કે તે બેટિંગ કરવા માટે ઉપરના ક્રમમાં આવે. તેણે R. અશ્વિન પહેલાં આવવું જોઈતું હતું. તે સમયે મેચ જે પરિસ્થિતિમાં હતી તે જોતાં, ધોનીએ 15 બોલ વધુ રમવા જોઈતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી, તેણે સતત બતાવ્યું છે કે, તે હજુ પણ શાનદાર બેટિંગ કરી શકે છે. મને લાગે છે કે તેણે બેટિંગ ક્રમમાં ઉપર આવીને પોતાની સંપૂર્ણ પ્રતિભા બતાવી હોત.'
About The Author
Related Posts
Top News
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Opinion
