- Sports
- પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગ...
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. મતલબ કે હવે કોઈ શંકા નથી કે કોઈ સવાલ ઉભો થઇ શકે. તમે વિચારતા હશો કે વિરાટ કોહલીએ એવું તે શું કહ્યું કે શું કર્યું? હકીકતમાં, તે તેની નિવૃત્તિ સાથે સંબંધિત નથી પરંતુ 2027 વર્લ્ડ કપમાં રમવા કે ન રમવા સાથે સંબંધિત છે. વિરાટ કોહલીએ ફક્ત 15 સેકન્ડમાં આ મુદ્દા પર જે કહ્યું છે તે અદ્ભુત છે. ચાલો જાણી લઈએ કે તેણે શું કહ્યું...
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાન પર જોવા માટે ચાહકો ઘણીવાર ઉત્સુક હોય છે. વિરાટે બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. હવે કોહલીના નામે બે ICC ટ્રોફીનો ટેગ પણ જોડાયેલો છે. 2024માં, તેઓએ T20 વર્લ્ડ કપ જીત્યો અને ગયા મહિને, તેઓએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. પરંતુ વાસ્તવિક મિશન હજુ આવવાનું બાકી છે, જેના માટે કોહલી એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. કોહલીએ પોતે આ વાતની જાહેરાત કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ પહેલા, રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના નિવૃત્તિ અંગે પણ ચર્ચાઓ જોવા મળી રહી હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા પછી પોતાની નિવૃત્તિ અંગેની અટકળોનો અંત લાવ્યો. હવે વિરાટ કોહલીએ જણાવ્યું કે તેમનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના આગામી મોટા પગલા વિશે વાત કરતો જોવા મળે છે.
https://twitter.com/ImTanujSingh/status/1906962741216120986
વિરાટ અને રોહિત આગામી ODI વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ રહી નહોતી, પરંતુ કોહલીએ તેના આગળના મોટા પગલાં અંગે સીધી જીત માટે તૈયારી બતાવી હતી. તેણે એક શો દરમિયાન કહ્યું હતું કે, તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત પછી, ચારે બાજુ એક પડઘો પડ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા 2023ના ODI વર્લ્ડ કપમાં ખિતાબ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને આ હારનો બદલો લીધો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, કોહલી પોતાના આ નિર્ણય પર અડગ રહે છે કે નહીં.
Related Posts
Top News
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Opinion
