શાસ્ત્રીએ વધતી ઉંમરને લઈ કટાક્ષ કર્યો, મોહિત શર્માએ મજાકમાં આપ્યો જડબાતોડ જવાબ

On

IPLની 17મી સિઝનમાં પણ અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્માની સપનાની સફર ચાલુ છે. ગુજરાત ટાઇટન્સના આ પેસરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 રનમાં ત્રણ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. ડેથ ઓવરોમાં મોહિતની કિલર બોલિંગના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ગુજરાત ટાઇટન્સે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મેચ પછી જ્યારે ઈનામ સમારોહ દરમિયાન મોહિત શર્મા પોતાનો એવોર્ડ લેવા આવ્યો ત્યારે પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ મોહિત શર્માની ઉંમરને લઈને મજાક ઉડાવી, જવાબમાં ભારતીય બોલરે જે કહ્યું તે તમારૂ દિલ જીતી લેશે. જ્યારે 35 વર્ષ અને 195 દિવસનો મોહિત શર્મા 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ લેવા આવ્યો ત્યારે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'વધતી ઉંમરની સાથે તે સારું પ્રદર્શન કરી રહ્યો છે' એમ કહીને તેમનું સ્વાગત કર્યું. આના પર મોહિતે મજાકમાં કહ્યું, 'મારી ઉંમર વધી રહી છે, એ યાદ અપાવવા બદલ તમારો આભાર સર.'

મેચની વાત કરીએ તો, મોહિત શર્માની આગેવાની હેઠળની શાનદાર બોલિંગ પછી ડેવિડ મિલરની 44 રનની આક્રમક ઇનિંગના આધારે ગુજરાત ટાઇટન્સે રવિવારે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. મોહિત શર્માએ ડેથ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે અફઘાનિસ્તાનના સ્પિનરો રાશિદ ખાન અને નૂર અહેમદે મધ્યમ ઓવરોમાં ખુબ જ અસરકારક રીતે બોલિંગ કરી હતી, જેની મદદથી ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે 162 રન પર રોકી દીધું હતું. ટાઇટન્સે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 168 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

મોહિત શર્માને મહેન્દ્ર સિંહ ધોનીની શોધ માનવામાં આવે છે. મોહિત એક સમયે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુખ્ય બોલર હતો, જે કામ આજે દીપક ચહર કરે છે, તે ક્યારેક માહી પણ તેની પાસે કરાવતો હતો. IPL 2014માં તેણે 23 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. 2015માં મહેન્દ્ર સિંહ ધોનીએ તેને 50 ઓવરના વર્લ્ડ કપ રમવા માટે ચાન્સ અપાવ્યો હતો. મોહિત, જેણે 2015થી ભારત માટે એક પણ મેચ રમી નથી, તે 2022 સીઝનમાં ગુજરાતનો નેટ બોલર હતો, પરંતુ છેલ્લી હરાજીમાં, કોચ આશિષ નેહરાએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે તેના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati