- Sports
- BCCIમાં ઉઠી રહ્યો છે પરિવર્તનનો ધુમાડો; શું રોહિત, કોહલી અને જાડેજાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં થશે નુ...
BCCIમાં ઉઠી રહ્યો છે પરિવર્તનનો ધુમાડો; શું રોહિત, કોહલી અને જાડેજાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં થશે નુકસાન?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અત્યાર સુધી પુરૂષ ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા નથી, પરંતુ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ A+ કેટેગરીમાં કેટલાક ફેરબદલની અટકળો છે. બોર્ડે સોમવારે 3 કેટેગરીઓમાં 16 નામોવાળી મહિલાઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટ જાહેર કરી, જ્યારે પુરુષોની લિસ્ટ આગામી થોડા દિવસોમાં આવે તેવી આશા છે. ગત વખતે પુરુષોની લિસ્ટમાં 30 નામ હતા.
A+ કેટેગરીમાં રિટેનરશિપ ફીસ 7 કરોડ રૂપિયા છે, જ્યારે A કેટેગરીમાં તે 5 કરોડ રૂપિયા છે. ગ્રેડ B અને Cમાં સામેલ ખેલાડીઓને ક્રમશઃ 3 કરોડ અને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા મુખ્ય કોચ અને સેક્રેટરી (દેવજીત સાયકિયા)ના પરામર્શથી કરીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બનાવવામાં આવે છે. તેને મંજૂરી માટે ટોચની પરિષદ સમક્ષ મૂકવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે કે A+ કેટેગરીમાં તમામ વરિષ્ઠ ખેલાડીઓને જાળવી રાખવાના મુદ્દે તમામ હિતધારકો એકમત નથી. આ કેટેગરીમાં એવા ખેલાડીઓ છે, જેમની જગ્યા ત્રણેય ફોર્મેટમાં ટીમમાં લગભગ નિશ્ચિત હોય છે.

કોહલી, રોહિત અને જાડેજા T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. ત્રણેય હવે 2 ફોર્મેટના ખેલાડી બની ગયા છે. માત્ર બૂમરાહ જ ત્રણેય ફોર્મેટની ટીમમાં જગ્યા બનાવવા માટે દાવેદાર છે. જોકે, BCCIનો એક પ્રભાવશાળી વર્ગ A+ કેટેગરીમાં યથાસ્થિતિ જાળવી રાખવા માગે છે. રવિચંદ્રન અશ્વિન A કેટેગરીમાં નહીં હોય કારણ કે તેણે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ ઈંગ્લેન્ડ સામે T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવેલા અક્ષર પટેલને B કેટેગરીમાંથી A કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
અક્ષર વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય ટીમોનો નિયમિત સભ્ય છે અને તેણે ભારત માટે અત્યાર સુધી 14 ટેસ્ટ પણ રમી છે. ગત સત્રમાં ટીમમાંથી બહાર થયેલા શ્રેયસ અય્યરનું આ કેટેગરીમાં વાપસી કરવું નિશ્ચિત છે. તેણે આ સત્રમાં 11 વન-ડે મેચ રમી છે. કોઇપણ ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ થવા માટે, તેણે કેલેન્ડર વર્ષ દરમિયાન 3 ટેસ્ટ અથવા 8 વન-ડે અથવા 10 T20 મેચ રમવાની જરૂરિયાત હોય છે. એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તેની કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવે છે કે નહીં? તેની પાસે તમામ ફોર્મેટમાં રમવાની ક્ષમતા છે.

નવી લિસ્ટમાં બંગાળના યુવા ફાસ્ટ બોલર આકાશ દીપ (7 ટેસ્ટ), સરફરાઝ ખાન (3 ટેસ્ટ) અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (5 ટેસ્ટ અને ચાર T20 ઇન્ટરનેશનલ)ને નવી લિસ્ટમાં જગ્યા મળવી લગભગ નિશ્ચિત છે. શાર્દુલ ઠાકુર અને રૂતુરાજ ગાયકવાડ ગયા વર્ષની યાદીનો ભાગ હતા, પરંતુ તેઓ આ યાદીમાં જગ્યા બનાવવા માટે જરૂરી માપદંડોને પૂરા કરી રહ્યા નથી. જોકે, મુખ્ય કોચ અને પસંદગી સમિતિના સચિવ સાથે ચર્ચા કરીને તેમની ભાગીદારી નક્કી કરવામાં આવશે.
Related Posts
Top News
સાંસદના ઘરે કરણી સેના દ્વારા કરાયેલી તોડફોડથી અખિલેશ ભડક્યા, કહ્યું 'CM તાત્કાલિક પગલાં લે...'
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ
Opinion
