DC સામેની હાર પછી LSG કેપ્ટન અને કોચ વચ્ચે મગજમારી હોવાની ચર્ચા

સોમવારે (24 માર્ચ)ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ IPL 2025ની પોતાની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયું. તે એક ઉચ્ચ સ્કોરિંગ મુકાબલો હતો. કેપિટલ્સે 211 રનનો લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં એક વિકેટ બાકી રહીને હાંસલ કર્યો. જોકે, મેચમાં ઘણી ક્ષણો એવી આવી જ્યારે LSGએ રમત તેમના હાથમાંથી સરકી જવા દીધી, કારણ કે, તેઓ ઘણી વખત રમતમાં પ્રભાવશાળી રહ્યા હતા પરંતુ લીડ મેળવવામાં નિષ્ફળ રહ્યા.

એક સમયે, એવું લાગતું હતું કે તેઓ 250 રનની આસપાસનો સ્કોર બનાવશે, પરંતુ તેઓ ફક્ત 209 રન જ બનાવી શક્યા અને પછી તેઓએ DCને 66/5 પર લાવીને મૂકી દીધું હતું, પરંતુ DCને રમતમાં પાછા આવવાની તક આપી. મેચ પછી, LSGના કેપ્ટન રિષભ પંતે પોતાની ટીમ માટેના સકારાત્મક પાસાઓ પર ખુશી વ્યક્ત કરી. પંતે કહ્યું કે, એક ટીમ તરીકે આપણે સારી બાબતો સાથે લઈને આગળ વધવું જોઈએ.

Rishabh Pant
jagran.com

મેચ પછી પંતે કહ્યું, મને લાગે છે કે અમારા ટોચના ક્રમના બેટ્સમેનોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું અને મને લાગે છે કે, આ વિકેટ પર આ ખૂબ જ સારો સ્કોર હતો. એક ટીમ તરીકે અમે દરેક મેચમાંથી સકારાત્મક પાસાં લેવા માંગીએ છીએ અને એક ટીમ તરીકે અમે તેમાંથી શીખવા માંગીએ છીએ.

જોકે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, LSGના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે જણાવ્યું હતું કે, મિશેલ માર્શ અને નિકોલસ પૂરનની સારી શરૂઆત પછી તેઓ લગભગ 20-30 રનથી પાછળ રહી ગયા.

Klusener
indianexpress.com

ક્લુઝનરે આગળ કહ્યું, 'જો મારે તેના પર આંગળી મુકવી પડે તો હું કહીશ કે અમે કદાચ બેટથી 20 કે 30 રન પાછળ રહી ગયા હતા, કદાચ એ જ કારણ હતું કે અમે બોલિંગ કરતી વખતે દબાણમાં આવી ગયા હતા.'

તેણે કહ્યું, મને લાગે છે કે તેણે DC માટે બેટથી સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અમે આ સ્થિતિમાં એટલા માટે છીએ, કારણ કે અમે પૂરતા રન બનાવી શક્યા નથી, જે અમારે બનાવવા જોઈતા હતા. મને લાગે છે કે, જ્યારે બોલરો બરાબર બોલિંગ કરતા હતા, ત્યારે થોડી સ્પિન થતી હતી, તેથી મને લાગ્યું કે તે ખૂબ સારી વિકેટ હતી. આ વિકેટ પર દરેક માટે કંઈકને કંઈક હતું.

Rishabh
thesportstak.com

વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં બેટિંગ ખુબ જોરદાર રીતે થઇ હતી. પહેલી બેટિંગ વખતે લખનઉના માર્શ અને પૂરણે બોલરોની ઊંઘ હરામ કરી અને પછી આશુતોષે. માર્શે 36 બોલમાં 6 ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 72 રનની ઈનિંગ રમી. પૂરણ તેમના કરતા પણ વધુ આક્રમક રીતે રમ્યો. તેણે 30 બોલમાં છ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.