- Sports
- 2 વખત પર્પલ કેપ અને 181 વિકેટ, જેને ખરીદવામાં ઉડાવ્યા 10.75 કરોડ, તેને જ RCB શા માટે બેંચ પર બેસાડ્ય...
2 વખત પર્પલ કેપ અને 181 વિકેટ, જેને ખરીદવામાં ઉડાવ્યા 10.75 કરોડ, તેને જ RCB શા માટે બેંચ પર બેસાડ્યો?

IPL 2025ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ 11 સામેલ કર્યો નહોતો. RCBના કેપ્ટન રજત પાટીદારે તેની ઈજા બાબતે કોઈ માહિતી આપી નહોતી. એવું લાગે છે કે RCBએ યશ દયાલ અને રસિખ સલામને ભારતીય ફાસ્ટ બોલરના રૂપમાં પસંદ કર્યા છે.

RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLના ઇતિહાસમાં ચોથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 176 મેચોમાં 181 વિકેટ લીધી છે. ભુવનેશ્વર વર્ષ 2009 અને વર્ષ 2010માં RCBનો હિસ્સો હતો, પરંતુ તે રમ્યો નહોતો. તે વર્ષ 2014 થી વર્ષ 2024 દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)માં હતો. ભુવનેશ્વરે નવેમ્બર 2022થી ભારત માટે કોઈ મેચ રમી નથી.
વિસ્તારથી વાત કરીએ તો, RCB અને KKR વચ્ચે થયેલી મેચમાં ભુવનેશ્વર કુમારનું ન રમવું ઘણા સવાલ ઉભા કરે છે. ટીમ મેનેજમેન્ટે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે, એવું લાગે છે કે RCBએ યુવા બોલરો પર ભરોસો વ્યક્ત કર્યો છે. યશ દયાલને ટીમે 5.5 કરોડ રૂપિયામાં રિયાન કર્યો હતો. તો, રસિખ સલામને 6 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ (DC)એ પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.

ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલરને ટીમમાં સામેલ ન કરવો, એક મોટો નિર્ણય છે. RCBએ તેને ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઇન્ડિયન્સે (MI)એ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો. ભુવનેશ્વર કુમાર IPLના સૌથી સફળ બોલરોમાંથી એક છે. ભુવનેશ્વર કુમારે IPLમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે ભારતીય ફાસ્ટ બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 176 મેચોમાં 181 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી પણ ખૂબ સારી રહી છે.

મેચની વાત કરીએ તો RCBએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKRએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. 175 રનનો ટારગેટ હાંસલ કરવા ઉતરેલી RCBએ 16.2 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
Related Posts
Top News
જે વેનેઝુએલાથી તેલ ખરીદશે તેના પર 25 ટકા વધારાનો ટેરિફ લાગશે, ટ્રમ્પની ધમકી! ભારત તણાવમાં
આશુતોષના તોફાનમાં યુસુફ-અક્ષર સહિત ઘણાના રેકોર્ડ ઉડી ગયા, 'સિક્સર કિંગ'એ ઇતિહાસ રચ્યો
દિલ્હીમાં ગરીબોને સસ્તું અને પૌષ્ટિક ભોજન આપવા 100 અટલ કેન્ટીન શરૂ કરાશે
Opinion
